અસામાન્ય ઘટના : ડીસા પંથકમાં થયો માછલીઓનો વરસાદ : લોકો જોવા ઉમટી પડ્યા

મિત્રો ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે અને ઘણા બધા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઇ ચુક્યો છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વ્યાપક વરસાદ વરસી રહ્યો છે ત્યારે એક આશ્ચર્યજનક ઘટના બની હતી.

ડીસા પંથકમાં વરસાદી પાણીની સાથે સાથે માછલીઓ પણ વરસી હતી જેને પગલે ગામ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

ડીસા તાલુકાના ખેતવા ગામે આ પ્રકારની અસામાન્ય ઘટના જોવા મળી હતી.

ગઈ મોડીરાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ઠંડો પવન ફૂંકાવાની શરૂઆત થયા બાદ વરસાદનું આગમન પણ થયું હતું.

વરસાદના પાણીની સાથે સાથે માછલીઓ પણ જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આકાશમાંથી વરસતી માછલીઓને જોવા માટે લોકોના ટોળેટોળા વળી ગયા હતા.

ખેડૂત બાબુભાઈ દેસાઈના ખેતરમાં વરસાદમાં નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડી હતી.

આશ્ચર્યની વાત તો એ છે કે આ ગામની આસપાસ કોઈ નદી કે તળાવ પણ નથી આવા સમયે માછલીઓ જોવા મળતા ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

દુનિયામાં ભાગ્યે જ આ પ્રકારે માછલીઓનો વરસાદ થાય છે તેવો વરસાદ ડીસાના ખેતવા ગામમાં જોવા મળ્યો હતો.

શું મિત્રો તમે પણ માછલીઓનો વરસાદ જોયો છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.