હવામાન વિભાગે કરી વાવાઝોડાની આગાહી, થઈ જાવ સાવધાન

મિત્રો વર્ષ 2022 ના વાવાઝોડાની મોટી આગાહી હવામાન વિભાગની એજન્સી સ્કાયમેટે દ્વારા કરવામાં આવી છે જે વર્ષ 2022ની વાવાઝોડાની સૌપ્રથમ આગાહી છે.

આપણે જાણીએ છીએ કે માર્ચ અને એપ્રિલ મહિનો ખૂબ જ ગરમીથી ભરેલો હતો અને હજુ મે અને જૂન મહિનામાં પણ ખૂબ જ ગરમી પડશે પરંતુ આ દરમ્યાન એક વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે.

2011થી 2021 વચ્ચે મે મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે ચક્રવાત તોફાનો જોવા મળ્યા છે.

મે મહિનામાં બંગાળની ખાડીમાં સંભવિત વાવાઝોડા ઉત્પન શકે છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે મે મહિનાના પહેલા સપ્તાહની અંદર જ વાવાઝોડું આવી શકે છે.

ચોથી મે ની આસપાસ થાઈલેન્ડના અખાત અને મલય દ્વીપકલ્પમાં ચક્રવાતનું પરિભ્રમણ થવાની શક્યતા છે અને ત્યારબાદ તે ઝડપથી ઉત્તર આંદામાન સમુદ્ર તરફ આગળ વધે છે અને પાંચમી મેના રોજ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.

હવામાન વિભાગ દ્વારા આ સિસ્ટમ ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જો આ સિસ્ટમ ચક્રવાતનું રૂપ ધારણ કરશે તો ખૂબ જ ભયંકર હશે અને તે ભારતના પૂર્વ દરિયાકિનારાના વિસ્તારોમાં અસર કરશે.

જો આ તોફાન મજબૂત બનીને ભારત તરફ આગળ વધશે તો મ્યાનમાર, બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાને ખતરો ઉભો થશે.

મિત્રો બંગાળની ખાડીમાં આ પ્રકારની મજબૂત સિસ્ટમ સક્રિય થઇ છે અને જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના હાલમાં ગ્લોબલ મોડેલના આધારે જણાઈ રહી છે.

આ સિસ્ટમથી ગુજરાતને નોંધપાત્ર અસર થશે તેવું હાલમાં જણાઈ રહ્યું છે પરંતુ એ લાંબાગાળાનું અનુમાન હોવાથી સચોટ અંદાજના રૂપમાં લેવું ન જોઈએ.

આવનારા સમયમાં આ ચક્રવાતનું ચિત્ર વધુ સ્પષ્ટ થઇ જશે ત્યારે ફરીથી તમને અપડેટ આપવામાં આવશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડીની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.