દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને સરકારે બહાર પાડ્યું જાહેરનામું, ફટાકડા ફોડતા પહેલાં જોઈ લો

મિત્રો દિવાળી નજીક આવી રહી છે ત્યારે મોટાભાગના લોકો દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરતા હોય છે ત્યારે આ વર્ષે ફટાકડા ફોડવાને લઈને સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.

દિવાળીના દિવસે તમે રાત્રે આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશો એટલે કે માત્ર બે કલાક ફટાકડા ફોડવાના રહેશે.

ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ઉજવણી સમયે એટલે કે રાત્રિના 11 :55 કલાકથી રાત્રે 12:30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.

ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલા જાહેરનામા પ્રમાણે સુપ્રીમ કોર્ટે માન્ય કરેલ માત્ર ગ્રીન ફટાકડા વેચી અને ફોડી શકાશે.

આ સિવાય અન્ય પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત વધુ ઘોંઘાટ કરનાર અને પ્રદૂષણ ફેલાવનાર ફટાકડા ફોડી શકાશે નહીં.

ફટાકડાનું વેચાણ માત્ર ને માત્ર એવા વેપાર જ કરી શકશે જેની પાસે લાઇસન્સ હોય. જો અન્ય કોઈ ફટાકડાનું વેચાણ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત ઈ કોમર્સ વેબસાઈટ ઉપર ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.