આરોપી ફેનીલને મળી ફાંસીની સજા : જાણો કોર્ટે ફેનીલ વિશે શું કહ્યું અને ગ્રીષ્માના પરિવારને મળશે આટલા રૂપિયા

મિત્રો આપણે જાણીએ છીએ કે સુરત જિલ્લાના પાસોદરા ગામમાં 12 ફેબ્રુઆરીએ ફેનીલ નામના યુવકે ગ્રીષ્મા વેકરીયાની એના ઘર પાસે જ જાહેરમાં ગળું કાપી હત્યા કરી હતી.

મિત્રો આ ચકચારી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

સૂરત, સમગ્ર રાજ્ય અને દેશના લોકો હચમચી ગયા. આ કેસને લઇને રાજ્ય સરકારે પણ તાત્કાલિક તપાસનો દોર હાથ ધર્યો હતો જ્યારે કામરેજ પોલીસે આરોપી ફેનીલ ગોયાણીની ધરપકડ કરી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર સુરત ગ્રીસમાં હત્યા કેસને લઈને કોર્ટ દ્વારા આરોપી ફેનીલને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

સુરતની સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેમિલીને ફાંસીના માંચડે ચડાવી જ્યાં સુધી જીવ ન જાય ત્યાં સુધી લટકાવી રાખવાનો હુકમ કર્યો છે.

સેસન્સ કોર્ટના જજે આ ઘટનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવી છે.

કોર્ટે જણાવ્યું કે લોકોએ પહેલીવાર આ પ્રકારે લાઈવ હત્યાની ઘટના જોઇ હશે જે લોકોમાં ભય ઊભો કરે છે.

કોર્ટે જણાવ્યું કે આરોપીનું ટ્રાયલ દરમિયાન ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું પરંતુ હત્યા કરી હોય તેવો તેને કોઈ પસ્તાવો જોવા મળ્યો નથી.

આરોપીએ 21 વર્ષની ઉંમર બે લોકોની નિર્દયતાપૂર્વક હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, આ આ ગુનો હત્યાના અન્ય ગુનાને અલગ પાડે છે.

કોર્ટે જણાવ્યું કે મૃતક ગ્રીષ્માનું એક અલગ જ ભવિષ્ય હતું અને તેના પણ અનેક સપના હતા. આરોપી ફેનીલને મૃત્યુદંડની સજા આપ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

કોર્ટે એમ પણ જણાવ્યું કે આરોપીના વ્યક્તિત્વમાં ખામીઓ છે. આ તરફ તેને ફાંસીની સજા સંભળાવવામાં આવતા જ તેનો પરિવાર પણ ચોધાર આંસુએ રડી પડ્યો હતો.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મુખ્ય જિલ્લા સેશન જજ વિમલ કે વ્યાસે આરોપી વિરુદ્ધ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર શ્રેણીમાં આવતો હોવાથી સરકાર પક્ષની દલીલો સાથે સંમત થઇને ગ્રીષ્માના હત્યારા ફેનીલને મૃત્યુદંડની સજા, પાંચ હજાર દંડ તથા ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આ ઉપરાંત ભોગ બનનારા પરિવારને તથા ઇજાગ્રસ્તોને કોર્ટે victim compensation scheme હેઠળ 7 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.