ચોંકાવનારો ખુલાસો: ગ્રીષ્માની હત્યા કર્યા પહેલા ફેનીલે 30 વખત કહ્યું હતું આ કામ

સુરતની દીકરી ગ્રીષ્મા વેકરીયાની હત્યાને લઈને લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ન્યાયની માગણી કરી રહ્યા છે.

આ ઉપરાંત લોકો દ્વારા આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.

આ કેસમાં પોલીસ પણ ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક તપાસ કરી રહી છે અને એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે.

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.

અંદાજે એક હજાર પાનાંની ચાર્જશીટ રજુ કરવામાં આવશે. સાથે જ આ કેસની ચાર્જશીટમાં 150 સાક્ષીઓ અને 25 પંચનામાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ફેનીલ નીચે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેની સ્પેકટ્રોગ્રાફી પણ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ફેનીલે ઓનલાઇન એકે ફોર્ટી સેવન રાઈફલ ખરીદવા માટે પણ સર્ચ કર્યું હતું.

આ ઉપરાંત હત્યા કેવી રીતે કરવી તેના માટે પણ 30 જેટલી વેબસાઈટમાં સર્ચ કરીને માહિતી પ્રાપ્ત કરી હતી તેવો ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે.

સૌ પ્રથમ આરોપી ફેનિલ flipkart ની મદદથી ચપ્પુ ખરીદવા માટે પ્રયાસ કર્યા હોવાનું સામે આવ્યું છે પરંતુ ડિલિવરી લેટ મળી જેથી ફેનીલે મોલમાંથી ચપ્પુ ખરીદ્યું હતું.

આ કેસની ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને ગુરુવારે કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.

તો મિત્રો તમારું શું મંતવ્ય છે કે આરોપી ફેનિલને કેવી સજા મળવી જોઈએ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.