ઉત્તરાયણના દિવસે ગાયને ખવડાવી દો આ એક ચમત્કારિક વસ્તુ, ધનવાન બનતા કોઈ નહિ રોકી શકે!

આજે આપણે જાણીશું એક એવા ઉપાય વિશે જે કરવાથી આપણી જન્મો જનમની ગરીબી દૂર થઇ શકે છે.

હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે જેમાં જરૂરીયાતમંદોને, મંદિરોમાં તેમજ પશુ પક્ષીઓને દાન આપવાની રીત બતાવી છે.

ખાસ કરીને પંખીઓને ચણ નાખવી, ગાય અને કૂતરાને રોટલી નાખવી વગેરે વગેરે દાનના મહિમા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે.

હિન્દુ ધર્મમાં ગાયને માતા ગણવામાં આવી છે કેમકે તેમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે તેવી શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે અને ગાય માતા મનુષ્યને અનેક રીતે પોષણ આપે છે.

ગાય માતાનું દૂધ બધા દૂધમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગૌમૂત્રમાં પણ અસંખ્ય ઔષધીય ગુણો હોવાથી મનુષ્યને રોગમુક્ત બનાવવા તેનો ઉપયોગ થાય છે.

આ ઉપરાંત ગૌમાતાના છાણથી પણ ઘર શુદ્ધ બને છે કેમકે તે જંતુનાશક તરીકેનું કામ કરે છે.

ગાય માતાના દૂધમાંથી બનેલી કોઈપણ સામગ્રી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને નાનીથી લઈને મોટી મોટી બીમારી સુધીના રોગો મટાડે છે.

કહેવાય છે કે રોજ બપોરના સમયે જમ્યા પહેલા એક રોટલી કૂતરાને અને એક રોટલી ગાયને ખવડાવવા આવે તો કરોડો દેવીદેવતાઓ તમારા ઉપર પ્રસન્ન થાય છે.

જો આ પ્રકારનું દાન ઉત્તરાયણ ઉપર કરવામાં આવે એટલે કે તમે બનાવેલી પ્રથમ રોટલી જો ગાયને ખવડાવવામાં આવે તો આખું વર્ષ લક્ષ્મીમાતા તમારા ઉપર પ્રસન્ન રહે છે અને તે ઉપરાંત તમારા જીવનની મોટાભાગની સમસ્યાઓ દૂર થાય છે.

મિત્રો ઉત્તરાયણના દિવસે તમારે સવારમાં સ્નાન કરીને તન, મન અને ઘરને સ્વચ્છ કરીને તમારે એક વાટકી ચણા લેવાના છે. હવે ચણાને શેકીને તેમાં ગોળની ગાંગડીઓ મિક્સ કરવાની છે.

હવે આ ચણા અને ગોળનું મિક્ષણ તમારે ગાયમાતાને ખવડાવી દેવાનું છે જ્યારે તમે ગાય માતાને ખવડાવો છો ત્યારે મનમાં લક્ષ્મી માતાનું સ્મરણ કરતા રહેવું અને સાથે સાથે ગાય માતાના માથા ઉપર હળવો હાથ ફેરવતા રહેવું.

આ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થશે અને તેમનો આશીર્વાદ સદાય તમારા ઉપર રહેશે અને તમે તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો અને ઘરમાં ક્યારેય ધનની ખોટ નહીં રહે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.