ઘરમાં આ જગ્યાએ બાંધી દો સફેદ ફટકડી, તમારા ઈશારા પર થશે બધા જ કામો, ઘરમાં થશે પૈસાનો વરસાદ!

મિત્રો આપણા ઘરની અંદર ઘણી બધી એવી વસ્તુ રહેલી છે જે ખૂબ જ કામની હોય છે પરંતુ આપણે તેના ફાયદા વિશે નથી જાણતા હોતા. આજે આપણે ઉદાહરણો દ્વારા સમજીશું અને આ ઉદાહરણમાં લઈશું ફટકડી.

મિત્રો આપણા મોટા ભાગના લોકો ગામડામાં પાણી ચોખ્ખું કરવા માટે ફટકડીનો ઉપયોગ કરતા હોય છે અથવા તો જ્યારે ચામડી ઉપર કોઇ ઇજા થઇ હોય અથવા લોહી નીકળતું હોય ત્યારે તેને બંધ કરવા માટે તેના ઉપર આપણે ફટકડી લગાડતા હોઈએ છીએ.

મિત્રો દાંતની સમસ્યા હોય કે ચહેરા પર કરચલી પડી ગઈ હોય અથવા પરસેવાની દુર્ગંધ આવતી હોય આ બધું દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ થાય છે.

હકીકતમાં મિત્રો જોઈએ તો ફટકડીની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે જેને કારણે આયુર્વેદમાં પણ તેના વિશેના મોટા મોટા ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે પરંતુ તેના ઘણા બીજા અન્ય ફાયદાઓ છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે.

તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે આ ફટકડીનો ગાઢ સંબંધ રહેલો છે. એવું કહેવામાં આવે છે કે આ અંધવિશ્વાસની વાત છે પરંતુ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેનું ખાસ મહત્વ છે.

દરેક લોકોની ઇચ્છા હોય છે કે ઘર ખુશીઓથી ભરેલું રહે અને તેના માટે તે કઈ પણ કરવા માટે તૈયાર હોય છે પરંતુ વાસ્તુ દોષને કારણે તમારા અરમાન ઉપર પાણી ફરી જાય છે.

મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈ પણ ઘરના રૂમના દરવાજા, બારી અથવા બાલ્કની જો એવી દિશામાં ખુલતી હોય કે જે તરફ ખાલી મકાન પડેલુ હોય અથવા કોઈ ઉજ્જડ જમીન હોય અથવા પ્લોટ પડેલો હોય અથવા વર્ષોથી બંધ પડેલી કોઈ જમીન હોય અથવા કોઈ સ્મશાન, કબ્રસ્તાન હોય તો તે અશુભ માનવામાં આવે છે.

હવે જો મકાન આ પ્રકારના હોય તો તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ મેળવવા માટે તમારે કાચની એક પ્લેટમાં ફટકડીના અનેક નાના ટુકડા કરી દરવાજાની અને બારીની પાસે રાખી દો અને તેને દર મહિને બદલતા રહો, આવું કરવાથી વાસ્તુદોષમાં મુક્તિ મળે છે જેનાથી તમારું ઘર હંમેશા ધન-સમૃદ્ધિ ભરેલું રહેશે.

આવી જ રીતે બાથરૂમમાં પણ તમે મીઠા અથવા ફટકડીથી ભરેલો એક કટોરો રાખી દો અને દર મહિને આ કટોરામાં મીઠું અથવા ફટકડી બદલતા રહો. એવું માનવામાં આવે છે કે હવામાં રહેલ ભેજની સાથે સાથે આ ફટકડી નકારાત્મક ઉર્જા પોતાની અંદર શોષી લે છે.

પરિવારના સદસ્યોમાં જો ઝઘડા થતા હોય તો પરિવારના મુખ્ય વ્યક્તિએ રાત્રે પોતાનાં પલંગ નીચે એક લોટો પાણી રાખી દેવો અને સવારે ગુરુ મંત્ર અથવા ઇષ્ટદેવના નામનું ઉચ્ચારણ કરીને આ પાણી પીપળે ચઢાવી દો તેનાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધશે અને ઝઘડાઓ દૂર થાય છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ફટકડીનો ટુકડો તિજોરીમાં રાખવામાં આવે અને ફટકડીના પાણીથી જ સ્નાન કરવામાં આવે તો આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

કરજમાંથી મુક્તિ મેળવવા માટે નાગરવેલના પાન ઉપર ફટકડી અને સિંદુર લગાવી પાનને દોરાથી બાંધી દો ત્યારબાદ બુધવારે સવારે તેને પીપળાના વૃક્ષના મૂળમાં દબાવી દેવું આવું કરવાથી ખૂબ જ જલ્દી કરજમાંથી મુક્તિ મળશે આ ઉપાય તમારે સતત 3 બુધવાર સુધી કરવાનો રહેશે.

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે ફટકડીનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે અથવા ખરાબ નજર ઉતારવા માટે કરવામાં આવે છે જે લોકોની નજર ઉતારવી હોય તેના ઉપરથી ફટકડીના ટુકડાને સાત વખત ફેરવી તેને સળગાવી દો. ફટકડીના સળગાવાથી ખરાબ નજરનો સંપૂર્ણ પ્રભાવ નષ્ટ થઈ જાય છે.

જો તમને રાત્રે ડરાવના સપના આવતા હોય તો તમારે ફટકડીને કાળા રંગના કપડામાં બાંધીને તમારી પથારી નીચે રાખી દેવી જોઈએ આવું કરવાથી ડરામણા સ્વપ્ન આવતા નથી. આ ઉપાય તમારે માત્ર મંગળવાર અથવા તો રવિવારના દિવસે માથાની નીચે રાખીને કરવાનો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.