વિદ્યાર્થીએ પરીક્ષામાં ચોરી કરવા માટે કર્યો આવો જુગાડ!! જુગાડ જોઈને તમે રહી જશો દંગ

મિત્રો ગુજરાતમાં હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે પરીક્ષા આપી રહેલા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ખૂબ ચિંતામાં છે કે તેના સંતાનના પેપર કેવા ગયા હશે પરંતુ આ દરમિયાન ઘણી બધી એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેના વિશે જાણીને સૌ આશ્ચર્ય પામતા હોય છે.

મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ચોરી કરવા માટે અલગ-અલગ જુગાડ કરતા હોય છે જેમાં અમુક વિદ્યાર્થીઓ સફળ થતાં હોય છે જ્યારે અમુક વિદ્યાર્થીઓ નિષ્ફળ જતા હોય છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પરીક્ષામાં આપણને જેટલું આવડતું હોય તેટલું પ્રામાણિકતાથી લખવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ.

આ વર્ષે હરિયાણામાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ 10ની પરીક્ષા આપી રહેલો એક વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં ઝડપાયો હતો.

પરીક્ષામાં ચોરી કરવા માટે આ વિદ્યાર્થીએ એવો જુગાડ લગાવ્યો કે જેને જોઇને તમે પણ દંગ રહી જશો.

મિત્રો તમને જણાવી દઈએ કે અંગ્રેજીના પેપર દરમિયાન આ વિદ્યાર્થીએ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન હરિયાણા દ્વારા તેને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

આ વિદ્યાર્થીએ કાચના ક્લિપબોર્ડનો ઉપયોગ કર્યો હતો જેમાં તેમણે તેની વચ્ચોવચ એક ફોન પર રાખ્યો હતો જેમાં WhatsApp પર પુસ્તકના 11 ફોટા બીજાને મોકલ્યા હતા જેથી તે પરીક્ષામાં ગેરરીતિ કરી શકે.

વિદ્યાર્થીની ચોરી કરવાની આ પદ્ધતિને જોઈને સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા એટલું જ નહીં અમુક લોકો એવી વાતો કરી રહ્યા હતા કે વિદ્યાર્થીએ જેટલું મગજ આ ચોરી કરવામાં આવ્યું છે તેટલું જ મગજ જ ભણાવવામાં આવ્યું હોત તો આવી ચોરી કરવાનો વારો ન આવત.

હાલમાં આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડિયો શેર કરતા દિપેન્દ્ર દેશવાલે જણાવ્યું કે શાળા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષામાં હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં એક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાની નકલ કરવા માટે ઉમેદવારે ક્લિપબોર્ડમાં એક સ્માર્ટફોન ફીટ કર્યો હતો જે ફ્લાઈંગ સ્કોવડે અયોગ્ય માધ્યમથી શોધી કાઢ્યો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.