રાજકારણમાં ઉથલપાથલ : પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપમાંથી આપ્યું રાજીનામું

મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક પાર્ટીમાં ઉથલપાથલ જોવા મળી રહી છે.

અનેક નેતાઓ એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જઇ રહ્યા છે.

રાજકારણમાં ચૂંટણી સમય પાર્ટી છોડવાનો સિલસિલો હવે સામાન્ય બનતો જાય છે.

ગુજરાતમાં પણ હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી ત્રણ મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું હતું અને તેમાંથી થોડાક નેતાઓ બીજી પાર્ટીમાં જોડાઇ ચૂક્યા હતા.

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકરે ભારે હોબાળા બાદ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને પાર્ટી ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે હું વર્ષો સુધી ભાજપનો સભ્ય હતો પરંતુ પાર્ટીએ મને હળવાસથી લીધો.

હવે મેં પાર્ટીથી દૂર રહેવાની તૈયારી કરી દીધી છે અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

હું એક થી બે દિવસમાં નવી જાહેરાત સાથે સામે આવીશ.

લક્ષ્મીકાંત પારસેકર 2014 થી 2017 સુધી ગોવાના મુખ્યમંત્રી હતા.

તત્કાલીન મુખ્યમંત્રી મનોહર પર્રિકરને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કર્યા બાદ તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પરિકરના પુત્ર ઉત્પલ પરિકરે પણ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

આ ઉપરાંત તેમણે પણ જેથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી હતી.

ઉત્પલને મનાવવાની કોશિશ કરી રહી હતી પરંતુ તેઓ પાર્ટીની ટિકિટ વહેંચણીથી નારાજ હતા.

તો મિત્રો આવી રીતના ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકારણમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.