સરકારની દિવાળી ગિફ્ટ, વીજળી યુનિટ દીઠ 3 રૂપિયા સસ્તી

પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ પંજાબમાં લોકોને દિવાળી ગિફ્ટ આપી છે.

તેમણે કહ્યું કે પંજાબમાં ઘરેલુ વીજળીનો ભાવ યુનિટ દીઠ ત્રણ રૂપિયા સસ્તો કરવામાં આવ્યો છે.

તેમની જાહેરાત પ્રમાણે પ્રથમ સો યુનિટ સુધી યુનિટનો ભાવ 4.19 રૂપિયાથી ઘટાડીને 1.9 રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે 100 યુનિટથી 300 યુનિટ સુધી રૂપિયા 7 થી ઘટાડીને રૂપિયા 4.01 કરવામાં આવ્યો છે અને 300 ઉપરના પ્રતિ યુનિટના રૂપિયા 5.76 રાખવામાં આવેલ છે.

ચન્નીએ કહ્યું કે વીજળી બિલ માફી માટે પંજાબ સરકાર રૂપિયા 3316 કરોડની સબસિડી આપશે.

બધાની 300 યુનિટ વીજળી માફ કરવી ખૂબ જ મુશ્કેલ છે કેમ કે પંજાબમાં વીજળીનું માળખું હોવું જરૂરી છે.

આવી રીતે પંજાબ સરકાર દ્વારા તેની પ્રજાને દિવાળી ઉપર આ પ્રકારની એક મોટી ભેટ આપી છે જેથી બધાના વીજળી બિલમાં મોટો ઘટાડો આવશે.

મિત્રો તમારું શું મંતવ્ય છે કે પંજાબ સરકારની જેમ ગુજરાતમાં પણ સરકારે યુનિટના ભાવ ઘટાડવા જોઇએ કે નહીં તમારો જવાબ કોમેન્ટ્સ કરીને જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.