ચમત્કાર : હવે ગાયના છાણમાંથી મળશે વીજળી, 1 કિલો છાણમાંથી પાંચ કલાક ચાલે તેટલી વીજળીનો દાવો

ભારતમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આપણે જાણીએ છીએ કે ગૌમુત્ર, છાણ, ગાયનું દૂધ વગેરે ખૂબ જ ગુણકારી છે.

મોટામાં મોટી બીમારી હોય તો પણ ગાયના દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ ખાવાથી ઘણો ફાયદો થાય છે.

મિત્રો આજે આપણે વાત કરીશું કે બ્રિટનમાં હાલ ગાયનું છાણ ખૂબ જ ચર્ચામાં છે કેમકે ગાયના છાણમાંથી વીજળી મળે છે.

ગાયના એક કિલો છાણમાંથી ખેડૂતોએ એટલી વીજળી ઉત્પન્ન કરી કે 5 કલાક સુધી વેક્યુમ ક્લીનર ચલાવી શકાય.

બ્રિટનના આર્લા ડેરી તરફથી ગાયના છાણનો પાવડર બનાવીને બેક્ટેરિયા બનાવવામાં આવ્યા છે અને તેમાંથી AA સાઈઝની બેટરી બનાવવામાં આવી છે જેને કાઉ બેટરીનું નામ આપવામાં આવ્યું છે. આ બેટરીથી દ્વારા સાડા ત્રણ કલાક ઈસ્ત્રી પણ કરી શકાય છે.

બેટરી એક્સપર્ટ દાવો કરે છે કે 1 કિલો ગાયનું છાણ 3.75 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે.

આવી સ્થિતિમાં જો 460000 ગાયોના છાણમાંથી વીજળી બનાવવામાં આવે તો બ્રિટનના 12 લાખ ઘરોમાં વીજળી પહોંચાડી શકાય.

મિત્રો નવાઈની વાત એ પણ છે કે આખી ડેરી છાણમાંથી ઉત્પન થતી વીજળીથી ચાલે છે.

વીજળી બનાવવાની પ્રક્રિયાને એનરોબિક ડાઇઝેશન કહેવામાં આવે છે જેમાં જાનવરોના વેસ્ટ માંથી વીજળી બનાવવામાં આવે છે.

અહીંના ડિરેક્ટરે કહ્યું કે જો સરકાર આ આવિષ્કાર પર ધ્યાન આપશે તો આ પ્રયોગથી રિન્યુએબલ એનર્જી મળશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.