વીજ ગ્રાહકોને મોટો ઝટકો, હવેથી લાઈટ બિલ આવશે વધુ

મિત્રો વીજ વિતરણ કંપનીઓને વીજ પુરવઠો આપવા માટે કરવો પડતો સંપૂર્ણ ખર્ચ દર ત્રણ મહિને ગ્રાહકો પાસેથી વસુલવાની કેન્દ્ર સરકારે છૂટ આપે છે.

કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવરે રાજ્ય સરકારોને આ પ્રકારની મોટી પરમિશન આપી દીધી છે. ગ્રાહકો પાસેથી પાવર પ્રાઈઝ અને પાવર પરચેઝમાં વધેલી કિંમત વસૂલવામાં આવશે.

પાવર પરચેઝ કોસ્ટમાં દર ત્રણ મહિને સુધારો થાય છે અને પડતર કિંમતમાં થયેલા વધારાને ત્રિમાસિક ગાળામાં વસૂલી લેવાની છૂટ આપવામાં આવી છે.

પહેલા વીજ દરમાં 10 પૈસાથી વધુનો વધારો કરવા માટે પંચની મંજૂરી લેવી પડતી હતી પરંતુ હવે કેન્દ્ર ના નવા પરિપત્ર મુજબ કંપનીઓએ આગોતરા મંજૂરીની જરૂર નહીં પડે.

આને કારણે વીજક્ષેત્રે પર રાજ્ય સરકાર નું સંપૂર્ણ વર્ચસ્વ આવી જશે 2002 ની સાલમાં ગુજરાત ઇલેક્ટ્રિસીટી બોર્ડએ કુલ 3200 કરોડની નુકસાની કરી હતી જ્યારે અત્યારે ગુજરાત વીજ વિતરણ કંપનીઓ એક વર્ષમાં 200 કરોડનો નફો કરી રહી છે.

ગુજરાતના 1.30 કરોડ વીજ ગ્રાહકો પર મોટી રકમનો વધારો વીજ બિલમાં ઝીંકવામાં આવશે.

હાલમાં કોલસાની અછતને કારણે વીજ સેક્ટર મોટી કટોકટીનો સામનો કરી રહ્યું છે જેને હેન્ડલ કરવામાં રાજ્યના વીજ નિયમન પંચ અપેક્ષિત સફળતા મેળવી શક્યા નથી જેથી મિનિસ્ટ્રી ઓફ પાવરે આ પ્રકારની જૂની સિસ્ટમને અનુસરવાની ફરજ પડી છે અને વીજ વિતરણ કંપનીઓના પડતર ખર્ચ પ્રમાણે વીજદર વસૂલવાની છૂટ આપી દેવાય છે.

તો હવે  વીજ ગ્રાહકોએ દર ત્રણ મહિને આ વધારેલો નવો દર ચૂકવવો પડશે જે તમારા લાઇટ બિલમાં ઉમેરાયને આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.