વીજ ગ્રાહકોને મોટો ઝટકો : 1 યુનિટ દીઠ આટલા રૂપિયાનો વધારો ઝીંકાયો

ગુજરાત સરકારની ઊર્જા ક્ષેત્રની સૌથી મોટી કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ જીયુવીએનએલ દ્વારા 2021 ના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન ફયુલ એન્ડ પાવર પરચેઝ પ્રાઈઝ એડજસ્ટમેન્ટ એટલે કે ફ્યુઅલ સરચાર્જ યુનિટ દીઠ રૂપિયા 2.40 થી વધીને રૃપિયા 2.98 થયો છે.

એટલે કે આવનારા દિવસોમાં સરકારે વીજળી વાપરતા એક કરોડ 30 લાખ જેટલા ગ્રાહકોએ યુનિટ દીઠ 58 પૈસાનો જંગી વધારો સહન કરવો પડશે.

વર્ષ 2022 ના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન ફ્યુઅલ સરચાર્જ યુનિટદીઠ રૂપિયા 2.10 વસુલ થશે બાકીનો 88 પૈસાનો વધારો બાદમાં વસૂલ કરવામાં આવશે.

જીયુવીએનએલ દ્વારા એવી દલીલ કરવામાં આવી રહી છે તે મહિને 200 યુનિટ સુધી વીજળી વાપરતા રહેણાંક વિસ્તારના નાના ગરીબ ગ્રાહકો પાસેથી 88 પૈસાનો વધારો વસૂલ કરવામાં નહીં આવે.

એવી જ રીતે મહિને 40 કિલોવોટથી ઓછી વીજળી વાપરતા નાના દુકાનદારો પાસેથી પણ 88 પૈસાનો વધારો વસૂલ કરવામાં નહીં આવે.

જેનો બોજ ખુદ જીયુવીએનએલ અને સરકારી ચાર વીજ વિતરણ કંપની વેઠશે.

પરંતુ ઘણા જાણકારો એવું કહે છે કે જીયુવીએનએલની આ પ્રકારની દલીલો ગુમરાહ કરવાવાળી છે.

હકીકતમાં 200 થી વધુ યુનિટ વાપરતા રહેણાંક વર્ગના અને મહિને 40થી વધુ કિલોવોટ વીજળી વાપરતા commercial વર્ગના ગ્રાહકો પાસેથી જ આ બધો ચાર્જ વસૂલ થવાનો છે.

સરકારી એકમોમાં ફ્યુઅલ સરચાર્જ વધવાનું મુખ્ય કારણ ખૂબ જ ઊંચા ભાવે ખરીદાયેલી વીજળી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.