બાઈક અને કાર ચાલકો માટે ખુશખબર : નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આગામી બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ભારે ઘટાડો આવશે અને તેની કિંમત પેટ્રોલ-ડીઝલ વાહનોની બરાબર થઈ જશે.

આ સમાચાર કાર અને બાઈક ચલાવનારા લોકો માટે ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ટેકનોલોજી અને હરિત ઇંધણમાં ઝડપી પ્રગતિ ઇલેક્ટ્રોનિક ઓટોમોબાઇલના ખર્ચા ઓછા થઇ જશે.

આગામી બે વર્ષમાં પેટ્રોલથી ચાલતાં વાહનોની બરાબર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત થઈ જશે જે એક મોટી ક્રાંતિ લાવી શકે છે.

નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું કે અસરકારક સ્વદેશી ઇંધણ તરફ આગળ વધવાની જરૂર છે. ઈલેક્ટ્રીક ઇંધણ ટૂંક સમયમાં જ વાસ્તવિકતા બની જશે જેથી પ્રદૂષણનું સ્તર પણ ઘટશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સાંસદોને હાઈડ્રોજન ટેકનોલોજી અપનાવી પણ વિનંતી કરી હતી અને કહ્યું કે પોતપોતાના વિસ્તારોમાં ગટરના પાણીને ગ્રીન હાઈડ્રોજનમાં રૂપાંતરિત કરવા પહેલ કરે કેમકે હાઈડ્રોજન આવનારા સમયમાં સૌથી સસ્તું ઇંધણ વિકલ્પ બની જશે.

Lithium-ion બેટરીની કિંમત પણ ઝડપથી નીચે આવી રહી છે. આ ઉપરાંત નીતિન ગડકરીએ કહ્યું કે અમે ઝિંક-આયન, એલ્યુમિનિયમ-આયન, સોડિયમ-આયન બેટરી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

વધુમાં વધુ આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રીક સ્કૂટર, ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રીક ઓટો રીક્ષાની કિંમત પેટ્રોલથી ચાલતી કાર. સ્કૂટર અને ઓટોરિક્ષા જેટલી થઈ જશે.

નીતિન ગડકરીના જણાવ્યા પ્રમાણે જો તમે આજે પેટ્રોલ ઉપર સો રૂપિયા ખર્ચે રહ્યા છો તો ઇલેક્ટ્રિક વાહન ચલાવવામાં આ ખર્ચ ઘટીને 10 રૂપિયા થઈ જશે જેનો સીધો જ ફાયદો જાહેર જનતાને થવાનો છે.

આપણે જાણીએ છીએ કે થોડા દિવસ પહેલાં જ નીતિન ગડકરીએ ગ્રીન hydrogen fuel કાર લોન્ચ કરી હતી અને નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.