નવા ઇલેક્ટ્રિક વાહનો નહીં થાય લોન્ચ : મોદી સરકારે લીધો તાબડતોબ મોટો નિર્ણય

મિત્રો આપણે જાણીએ છીએ કે દેશભરમાં ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે.

અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે એટલા માટે જ સરકારે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે.

એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સરકારે ઈલેક્ટ્રીક વેહિકલ કંપનીઓના નવા મોડલ લોન્ચ કરવા ઉપર રોક લગાવી દીધી છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ઈલેક્ટ્રિકલ્સ કંપનીઓ સાથે એક મીટીંગ કરવામાં આવી હતી, આ મિટિંગમાં આદેશ આપવામાં આવ્યો હતો કે હાલમાં તેઓ પોતાના નવા મોડલ ના લોન્ચને અટકાવી દે.

અત્યારે દેશભરમાં લગભગ બે ડઝન જેટલા ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

નીતિન ગડકરીએ ટ્વીટ કરીને કંપનીઓને કડક ચેતવણી આપી હતી કે બધી  ડીફેક્ટીવ ગાડીઓને પાછી લેવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે.

આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે એક્સપર્ટ કમિટી બનાવી છે. આ કમિટી ની તપાસના રિપોર્ટના આધાર પર સરકાર ડીફોલ્ટ કરનાર કંપનીઓ માટે અનિવાર્ય આદેશ જાહેર કરશે.

ખૂબ જલદીથી ઇલેક્ટ્રિક વાહનો માટે ક્વોલીટી પર કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે અને જો ક્વાલિટીના આ મામલામાં કોઈ પણ કંપની બેદરકારી દાખવશે તો તેના પર મોટો દંડ લગાવવામાં આવશે.

ઈલેક્ટ્રીક ટુ વ્હીલર બનાવનાર બે પ્રમુખ કંપની ઓલા ઈલેક્ટ્રીક અને ઓકિનાવા ઓટોટેક દ્વારા પોતાના ઈલેક્ટ્રીક સ્કૂટરોને રીકોલ કરવામાં આવ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.