ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગવા મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, લીધો મોટો નિર્ણય

મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા બે મહિનાની અંદર ઈલેક્ટ્રીક સ્કૂટરની અંદર આગ લાગવાની ઘટના ઘણી બધી બની હતી.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આગ લાગવાની ઘટનાને લઇને વાત કરતાં કહ્યું કે એક એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી છે જે આ દુર્ઘટનાની તપાસ કરશે.

આ ઉપરાંત તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે ગયા બે મહિનામાં ઈલેક્ટ્રીક ટુ વ્હીલર્સની અંદર ઘણા બધા અકસ્માતો સામે આવ્યા છે જે ખૂબ જ દુર્ભાગ્ય પૂર્ણ છે અને આ ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું કે આ ઘટનાઓની તપાસ અને સુધારાત્મક પગલાં ભરવા માટે એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી રહી છે.

નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વાહનો માટે નવા ગુણવતા કેન્દ્રિત દિશાનિર્દેશો માટે વચન પણ આપ્યું છે.

એક રિપોર્ટ પ્રમાણે અમે જલ્દી જ ઇલેક્ટ્રિક વાહનો માટે ગુણવતા કેન્દ્રિત દિશાનિર્દેશનો જાહેર કરીશું.

જો કોઈ પણ કંપની પોતાની પ્રક્રિયાઓમાં બેદરકારી બતાવશે તો તેમને ભારે દંડ ચૂકવવો પડશે અને ખરાબ વાહનોને પાછા લઈ લેવાનો પણ આદેશ આપવામાં આવશે.

આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે સરકાર યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાધ્ય છે અને કંપનીઓને આ મામલામાં સક્રિય કાર્યવાહી કરવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે.

નીતિન ગડકરીએ ટ્વિટ કરતાં કહ્યું કે આ દરમિયાન કંપનીઓ બધા જ વાહનોને પાછા લેવા માટે કાર્યવાહી કરી શકે છે.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમારી સરકાર દરેક યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાધ્ય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.