બસ માત્ર 5 દિવસ જ ખાવ આ 5 વસ્તુ, બધી બ્લોક નસો ફટાફટ ખુલી જશે, નહીં રહે એટેક કે લકવાની બીક…

મિત્રો હાલમાં લોકોને જીવનશૈલી અને ખાણીપીણીનીમાં આવેલા ફેરફારને કારણે લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

ખાસ કરીને હાલમાં મોટાભાગના લોકો એટેકથી મૃત્યુ પામે છે અને આનું એક મુખ્ય કારણ હોય છે નસો બ્લોક થઈ જવી.

શરીરની નસો બ્લોક થઈ જવાથી હૃદયને પૂરતાં પ્રમાણમાં લોહી નથી મળતું તેથી હૃદયરોગનો હુમલો આવે છે. આ ઉપરાંત શરીરના અન્ય કોઈ ભાગને પણ જો પ્રમાણસર લોહી ના મળે તો લકવાની અસર પણ થઈ જાય છે.

આજના આર્ટિકલમાં આપણે જાણીશું એ પાંચ વસ્તુ વિશે જેને ખાવાથી શરીરની બ્લોક નસો ખુલી જાય છે.

લસણ:

બધા લોકોના ઘરે લસણ તો હોય છે કેમકે આપણે તેનો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરીએ છીએ.

મિત્રો લસણ એટલું બધું ફાયદાકારક છે કે તેને ખાવાથી નસોની પહોળાઈ વધી જાય છે અને નસોમાં જમા થયેલો કોલેસ્ટ્રોલ દૂર થાય છે.

જો તમે કાચું લસણ ના ખાઈ શકો તો લસણની કળીને શેકીને પછી તેને પીસીને દૂધ સાથે પીવો આવું કરવાથી વૃદ્ધાવસ્થા સુધી નસોમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નહી આવે.

જેથી તમારે તમારા આહારમાં લસણનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ.

હળદર:

હળદરનો આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગ થાય છે.

હળદરમાં રહેલું તત્વ બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે જે તમારા લોહીને ગંઠાઇ જવાથી રોકે છે.

તમે હળદરનું પાણી, હળદરનું દૂધ કે શાકભાજી દ્વારા તેનું સેવન કરી શકો છો.

શણના બીજ:

શણના બીજમાં આલ્ફા લીનોલેનિક એસિડ ફ્લેક્સસીડ વિપુલ પ્રમાણમાં હોય છે જે બંધ નસોને ખોલી નાખે છે.

આ બીજ નસોમાં રહેલ કોલેસ્ટ્રોલને દૂર કરે છે જેને કારણે લોહીનું પરિભ્રમણ શરીરમાં યોગ્ય રીતે થાય છે.

આ બીજને આખી રાત પલાળી રાખો પછી તેનો ઉકાળો બનાવવો અને સવારે પી જાવ. આ પ્રયોગ ત્રણ મહિના સુધી સતત કરવાથી તમને લાભ મળશે.

આ ચીજો અવશ્ય ખાવ:

તમારે રોજ સવારે એક દાડમ ખાવું જોઈએ. આ ઉપરાંત હુંફાળું પાણી પીવું અને ગ્રીન ટી પણ પીવી જોઈએ.

આ સિવાય બીટ, પાંદડાવાળા શાકભાજી, અખરોટ, બેરી, એવોકાડો, ટમેટા, ડુંગળી, આદુ વગેરે ખાઓ.

મસાલામાં તમે તજ, કાળા મરીનો ઉપયોગ કરી શકો છો.

દેશી ઉકાળો:

જે લોકોની નસો બ્લોક છે તેને આ ઉકાળો અવશ્ય પીવો જોઈએ.

આ ઉકાળા માટે જરૂરી સામગ્રીની વાત કરીએ તો એક ગ્રામ તજ, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ ખાડી, 10 ગ્રામ મગજ બીજ, 10 ગ્રામ મિસરી, 10 ગ્રામ અખરોટ, 10 ગ્રામ શણના બીજ.

આ ચીજોને એકબીજા સાથે મિશ્ર કરીને પાવડર બનાવો પછી તેને દસ સરખા ભાગમાં વહેંચી દો પછી રોજ ખાલી પેટે એક ભાગને નવશેકા પાણી સાથે લો.

આવું તમારે સતત દસ દિવસ કરવાનું છે પરંતુ ધ્યાન રાખવાનું કે આ માત્ર એક રેસીપી એટલે જરૂરી નથી કે બધા લોકોને ફાયદો થાય એટલા માટે આ ઉકાળો લેતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.