શીતળા સાતમ પર કેમ ઠંડુ ખાવાની પરંપરા છે?? શીતળા સાતમના મહત્વ અને તેમની પૌરાણિક કથા વિશે જાણો

મિત્રો આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો મહાદેવનો મહિનો હોય છે અને આ મહિનાની અંદર ઘણા બધા તહેવારો પણ આવે છે.

આ ઉપરાંત હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર મહિનો પણ માનવામાં આવે છે.

શ્રાવણ મહિનાની અંદર ખાસ કરીને ભગવાન શંકરની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે પરંતુ આ મહિનામાં બોળચોથથી લઈને જન્માષ્ટમી સુધી સળંગ તહેવારો પણ આવે છે જેને સમગ્ર ભારતમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે.

શ્રાવણ મહિનાની અંદર દરેક તહેવારનું વિશેષ મહત્વ છે કે આ દિવસોમાં કેવી રીતે પૂજા કરવી? શું ખાવું? શું ના ખાવું? અને ઘણી બધી માન્યતા પણ જોડાયેલી હોય છે.

આજે આપણે જાણીશું કે શીતળા સાતમના દિવસે ઠંડુ શા માટે ખાવાનું હોય છે?

મિત્રો શ્રાવણ વદ સાતમનો તહેવાર એટલે શીતળા સાતમ આ દિવસે શીતળામાતાની વિશેષરૂપથી પૂજા પૂજા કરવામાં આવે છે આ દિવસે શીતળા માતાની વ્રત કથાનું અને પૂજાનું વિશેષ મહત્વ હોય છે.

શીતળા સાતમનું વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાને પ્રસન્ન કરવા માટે વ્રત કરે છે અને વ્રત કરનાર સ્ત્રીઓ સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે અને ત્યારબાદ આખો દિવસ ઠંડુ ભોજન ખાય છે.

ચૂલો સળગાવવામાં નથી આવતો, ઘીનો દીવો કરી શીતળા માતાની કથા સાંભળીને મન શુદ્ધ કરવામાં આવે છે.

જે સ્ત્રી આ વ્રત કરે છે તેને ધન અને સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.