આ વર્ષે થશે પૃથ્વીનો વિનાશ : વૈજ્ઞાનિકોએ આપી મોટી ચેતવણી

વૈજ્ઞાનિક રિપોર્ટ પબ્લિશ કરનાર દુનિયાની સૌથી મોટી મેગેઝીન “નેચર” દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે જેને લઇને જગતભરના વૈજ્ઞાનિકો પરેશાન છે.

વૈજ્ઞાનિકોએ IPCC ના ક્લાઇમેટ રિપોર્ટમાં ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગ જે રીતે વધી રહ્યું છે તે રીતે વિશ્વમાં ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવું ને આવું ચાલતું રહ્યું તો 2100 સુધીમાં ધરતી પર ભયાનક બદલાવ આવશે જે પ્રલયથી ઓછા નહીં હોય.

IPCC ક્લાઇમેટ રિપોર્ટ દુનિયાના 234 વૈજ્ઞાનિકોએ મળીને તૈયાર કર્યો છે.

જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તેમ તેમ દરિયામાં જળ સ્તર પણ વધી રહ્યું છે, માનવીઓ પાસે આ ધરતીને બચાવવા માટે હવે વધારે સમય નથી.

ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે સમગ્ર વિશ્વમાં મોટા મોટા અભિયાન ચાલી રહ્યા છે પરંતુ બધા દેશો માત્ર વાયદાઓ જ કરી રહી છે. કોઈ એક્શન પ્લાન જોવા મળતો નથી, આવું ને આવું ચાલ્યું તો પૃથ્વીને કોઈ બચાવી નહીં શકે.

40% વૈજ્ઞાનિકોનું માનવું છે કે વર્ષ 2100 સુધીમાં એટલી બધી સમસ્યાઓ ઉત્પન્ન થશે કે તેનો હલ કાઢવામાં જ મોટાભાગના દેશો સાફ થઈ જશે.

કુદરતી આફતો જેવી કે કમોસમી વરસાદ, વાદળ ફાટવું, વાવાઝોડું, દુકાળ, પુર, તાપમાન વધવું જેવી અનેક સમસ્યાઓથી માણસ કંટાળી જશે જેનો કોઇ ઉકેલ માણસ પાસે નહીં હોય.

60% વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 3 ડિગ્રી સુધી વધી જશે.

88% વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પર પ્રલય જેવી આફતો અવારનવાર આવશે.

તો મિત્રો પૃથ્વીને બચાવવા માટે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવુ ખૂબ જરૂરી છે તો તમારું શું મંતવ્ય છે તે પૃથ્વીને બચાવવા માટે શું પગલાં લેવા જોઈએ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.