દ્વારકા, સોમનાથ ઉપર આતંકી હુમલાનું સૌથી વધુ જોખમ? ગુજરાત સહિત સમગ્ર દેશમાં એલર્ટ જાહેર

મિત્રો હાલમાં ભારતમાં એક ટિપ્પણી વિવાદના કારણે અનેક દેશોમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે.

અનેક જગ્યાઓ પર હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે દેશની સુરક્ષા એજન્સીઓને બે મોરચે કામ કરવાનું આવ્યું છે.

એક તરફ દેશની આંતરિક સુરક્ષા અને બીજી તરફ આતંકવાદી હુમલાથી દેશને બચાવવો.

ગુજરાત સહિત દિલ્હી અને મુંબઈ આતંકવાદીઓના નિશાના ઉપર છે ત્યારે રાજ્યની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

સૌરાષ્ટ્રના મુખ્ય બે મંદિરો દ્વારકા અને સોમનાથની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા અને પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવના મંદિર સોમનાથમાં આખું વર્ષ ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે તેવામાં આતંકવાદી હુમલાને લઈને અહીં સૌથી વધારે ખતરો જોવા મળી રહ્યો છે.

મંદિરની સુરક્ષાને ધ્યાનમાં લઈને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર પણ ખાસ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શામળાજી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મંદિર દ્વારા પ્રાઇવેટ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે હવે ટૂંક સમયમાં અમદાવાદમાં લાખોની ભીડ વચ્ચે રથયાત્રાનું આયોજન પણ થવાનું છે ત્યારે પોલીસે તેની સુરક્ષા માટે પણ કમર કસી લીધી છે.

અત્યાધુનિક ડિવાઈસની મદદથી તથા હજારો જવાનોને ઘેરાબંધી સાથે રથયાત્રાની સુરક્ષા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.