દ્વારકાનગરી પાણીમાં ગરકાવ !! મુશળધાર વરસાદે મચાવી તબાહી, એલર્ટ જાહેર

મિત્રો સમગ્ર દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થાકી રહ્યો છે જેને કારણે દ્વારકાના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

શહેરી વિસ્તારમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે તો ગ્રામ્ય વિસ્તારની અંદર પણ નદીનાળા છલકાયા ગયા છે.

મિત્રો દ્વારકાની વાત કરીએ તો ઇસ્કોન ગેટ, તીન બતી ચોક,  મુખ્ય બજારની અંદર ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત ખંભાળિયા, કેશોદ, માંજા, ભાડથર, વડગામ, પીપરીયા સહિતના અનેક વિસ્તારોના અસંખ્ય ચેકડેમો પણ છલકાઈ ગયા છે.

આ ઉપરાંત હવામાન ખાતાની આગાહી પ્રમાણે દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેમ છે જેને કારણે દ્વારકા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દ્વારકા જિલ્લાના કલેક્ટરે જણાવ્યું છે કે સમગ્ર દ્વારકા જિલ્લામાં તારીખ 7 થી લઈને 9 જુલાઇ સુધી ઓરેન્જ એલર્ટ રહેશે.

આ ઉપરાંત જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે તેને સ્થાનાંતર કરવાની પણ તંત્રને સૂચના આપવામાં આવી છે અને જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે.

વરસાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે.

દ્વારકાના નાગરિકો માટે ફોન નંબર 02833 23 22 15 અને ટોલ ફ્રી નંબર 1077 જાહેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ જ ભયજનક રોડ હોય ત્યાં બેરીકેટ મુકી દેવાના પણ આદેશ કરવામાં આવ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.