અખાત્રીજનો પવન : દ્વારકા મંદિરની ધજાએ આપ્યા અદભુત સંકેત, જાણો ચોમાસુ કેવું રહેશે

મિત્રો ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું વિશેષ મહત્વ રહેલું છે. દર વર્ષે અખાત્રીજની વહેલી સવારે પવન કઈ દિશામાંથી વાય છે તેના ઉપરથી વરસાદનો વર્તારો કરવામાં આવતો હોય છે.

આ વર્ષે પણ સવારના 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી આથમણી એટલે કે પશ્ચિમ તરફ તેમજ નૈઋત્ય દિશાનો પવન વાતા વનરાજી ખીલી ઊઠે સાથે મધ્યમ ચોમાસાનો વરતારો આપવામાં આવ્યો હતો.

આથમણો પવન વાતા વનરાજી ખીલી ઊઠે અને નૈઋત્ય દિશાના પવનથી આગામી ચોમાસું ગત વર્ષના પ્રમાણમાં મધ્યમ રહે તેવો વર્તારો થયો છે.\

ક્યારેક-ક્યારેક દક્ષિણ દિશામાંથી પવન શરૂ રહેતા ચોમાસા દરમિયાન કુવા અને બોરમાં પાણી ઊંડા જાય, ખંડવૃષ્ટિ થાય તેવું પણ જાણકારો અનુમાન લગાવી રહ્યા છે.

આ ઉપરાંત મિત્રો દ્વારકા મંદિરની ધજાનું પણ અનેરું મહત્વ રહેલું છે. આ ધજાની ખાસિયત એ છે કે અહીંયા હવા કોઈપણ દિશામાંથી વહેતી હોય પરંતુ અહીંયા ની ધજા તો હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ ફરકે છે.

દ્વારકા મંદિરની ધજા દિવસમાં પાંચ વખત બદલવામાં આવે છે. ધજાના પૈસા યાત્રાળુઓના દાનમાંથી આવે છે અને તેને સીવવા માટે પણ એક અલગ દરજી છે.

ધ્વજા ફરકાવતા પહેલા એકવાર મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવે છે.

તો મિત્રો આવી રીતે અખાત્રીજના પવનની વાત કરીએ તો પવન મોટાભાગે પશ્ચિમ તરફથી વાયને પૂર્વ દિશા તરફ ગયો હતો અને દ્વારકા મંદિરની ધજા પણ પશ્ચિમથી પૂર્વ તરફ ફરકી રહી હતી જેથી વરતારો કરી શકાય કે આ વર્ષે ચોમાસુ સારૂ જશે અને વનરાજી ખીલી ઉઠશે.

મિત્રો અખાત્રીજના પવન વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને આવે છે જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.