દ્વારકામાં થયો ફરી ચમત્કાર : જુઓ શું થયું દ્વારકામાં? Dwarka Chamatkar

મિત્રો ગુજરાતના લોકો હાલમાં કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. કચ્છથી માંડીને સૌરાષ્ટ્રના મોરબી સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે.

મોરબીમાં દિવાળીના દિવસે રાત્રે 9:30 કલાકે 3.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.

ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને નાગરિકોમાં દિવાળીના દિવસે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત કચ્છમાં ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઇ હતી. આચકો દિવાળીના દિવસે બપોરે 3:15 નોંધાયો હતો.

આ ઉપરાંત કચ્છમાં વહેલી સવારે 07:07 મિનિટે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 2.9 ની નોંધાઈ હતી જેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર હતું.

મિત્રો આ દિવસો દરમિયાન દ્વારકામાં પણ મોટી તીવ્રતાનો ભૂકંપનોનો આંચકો અનુભવાયો હતો જેથી દ્વારકાવાસીઓમાં અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.

દિવાળીના દિવસે દ્વારકામાં આ આવેલ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર પાંચ ની હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ના હવાલાથી આ સમાચાર આવ્યા છે.ભૂકંપનું કેન્દ્ર બિંદુ દ્વારકાથી 223 કિલોમીટર દૂર નોંધાયું હતું.

દ્વારકામાં આવેલા ભયાનક ભૂકંપને કારણે કોઈપણ પ્રકારનું જાનમાલને નુકસાન નથી થયું તેવી માહિતી મળી રહી છે.

દ્વારકાવાસીઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો આ ભૂકંપને કારણે કોઇ પ્રકારનું નુકસાન નથી થયું જેને તેઓ સાક્ષાત દ્વારકાધીશનો ચમત્કાર માની રહ્યા છે કેમકે આ પ્રકારના ભૂકંપમાં ઘણું બધું નુકસાન થતું હોય છે.

પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવા છતાં બધા સહી સલામત છે એટલા માટે લોકો કહી રહ્યા છે કે સાક્ષાત ભગવાન દ્વારકાધીશ બધા લોકોનું રક્ષણ કર્યું.

આપણે જાણીએ છીએ કે ચોમાસામાં પણ દ્વારકાના મંદિર ઉપર વીજળી પડવા છતાં મોટા પ્રમાણમાં નુકસાન નહોતું થયું અને ભગવાન દ્વારકાધીશે આ વીજળીને પોતાનામાં સમાવી લીધી હતી.

આ પ્રકારના નાના મોટા ચમત્કારો દ્વારકામાં થતા રહે છે અને તેનો અનુભવ દ્વારકાવાસીઓ અને આસપાસ લોકો કરી રહ્યા છે.

જો તમને પણ ભગવાન દ્વારકાધીશમાં શ્રદ્ધા, વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા અને આ માહિતીને બધા લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.