દુલાભાયા કાગ દ્વારા કળિયુગ માટે કરવામાં આવેલી આગાહી આજે ઘરે ઘરે સાચી સાબિત થઈ રહી છે

મિત્રો ગુજરાતના સુપ્રસિધ્ધ લેખક, ગીતકાર અને તેમની વાણી ખૂબ જ પ્રખ્યાત છે જેને કાગવાણી કહેવામાં આવે છે એવા દુલાભાયા કાગ દ્વારા કળિયુગને લઈને ઘણી બધી વાતો કરવામાં આવી છે જે અત્યારે સાચી સાબિત થઈ રહી છે.

તેમનો જન્મ સૌરાષ્ટ્રના મજાદર ગામે થયો હતો અને તેઓ ચારણ હતા. એવું કહેવાય છે કે ચારણોની જીભ ઉપર માતા સરસ્વતી વાત કરે છે. આ ઉપરાંત તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો તેઓ માત્ર પાંચ ધોરણ જ ભણેલા હતા.

દુલાભાયા કાગ એ તેમની કાગવાણીમાં જણાવ્યું હતું કે એવા લોકોને ક્યારેય પોતાના મિત્ર ન બનાવો કે જેમના પર દેવું હોવા છતાં તે દેખાવો કરવા મોજશોખમાં ડૂબેલા રહે છે.

જે વ્યક્તિ પોતાના ખાસ લોકોની ખાનગી વાતો બીજા લોકો સમક્ષ રજુ કરી દેતા હોય છે તેમને ક્યારેય પોતાના મિત્રો ન બનાવો. જો તમારે આખા વિશ્વને કાબુમાં લેવુ હોય તો નમ્રતાનો રસ્તો અપનાવો.

કોઈની સામે કઠણથી કઠણ વાત પણ જો નમ્રતાથી કરવામાં આવે તો બધા જ લોકો તમારી વાતને માન આપશે જ્યારે વ્યક્તિની બુદ્ધિ ખતમ થઇ જાય છે ત્યારે તે રાવણ બની જાય છે.

સજ્જન વ્યક્તિ સૂપડા જેવો હોય છે એટલે કે પોતાના કામની વસ્તુને પોતાની પાસે રાખે છે અને નકામી વસ્તુઓને તે પોતાનાથી દૂર કરી દે છે, દુર્જન વ્યક્તિ ચાસણી જેવો હોય છે જે બધે જ નકામી કે કામની વસ્તુને પોતાની પાસે રાખે છે.

આખા જંગલને ખતમ કરવા માટે માત્ર એક તણખલાની જરૂર હોય છે એવી જ રીતે આખા જીવનમાં કરેલા પુણ્ય ને ખતમ કરવા માટે ફક્ત એક જ પાપ હોય છે એવી જ રીતે આખા કુળનો નાશ કરવા માટે એક કુપુત્ર જ કાફી હોય છે.

આવું ઘર સ્મશાન સમાન છે જે ઘરમાંથી આરતીની ઘંટડીનો અવાજ નથી આવતો ત્યાં પરિવારના લોકો વચ્ચે સંપ હોતો નથી.

મિત્રો કાગવાણીમાં આ બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે હાલમાં સાચી સાબિત થઈ રહી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.