નિર્જળા ભીમ અગિયારસના દિવસે આ 4 કાર્ય ભૂલથી પણ ના કરવા જોઈએ

નમસ્કાર મિત્રો આપણે જાણીશું કે નિર્જળા ભીમ એકાદશીના દિવસે ક્યાં ક્યાં ચાર કાર્ય છે જે આપણે બિલકુલ ના કરવા જોઇએ.

પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ આ નિર્જળા એકાદશી એટલે કે ભીમ એકાદશીનું વ્રત કરે છે તેને 24 એકાદશીના પુણ્ય બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે.

આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પાપોમાંથી મુક્તિ મળે છે.

મિત્રો આજે આપણે જાણીશું નિર્જલા એકાદશીના દિવસે કઈ ચાર ભૂલો ના કરવી જોઈએ :

મિત્રો જ્યારે કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ભીમ તથા પાંડવોને આ નિર્જળા એકાદશીનું મહત્વ વિગતવાર જણાવ્યું હતું અને એકાદશીનો ઉપવાસ કરવાનો જણાવ્યું હતું.

આપણે જાણીએ છીએ કે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે અને આ બધી એકાદશીના ફળ બરાબર ફળ માત્ર એક નિર્જળા એકાદશી આપે છે. આ દિવસે આ 4 કામ ના કરવા જોઇએ :

1. ચોખા, ડુંગળી, લસણ ના ખાવા જોઈએ

મિત્રો શાસ્ત્રોમાં નિર્જળા એકાદશીના દિવસે જો તમે વ્રત કરો છો અથવા વ્રત ના કરતા હોય તો પણ ચોખા ખાવાનું ટાળવું જોઈએ.

કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ચોખા ગ્રહણ કરે છે તેને આવતા જન્મમાં કીડાના સ્વરૂપે જન્મ લેવો પડે છે.

આ ઉપરાંત ડુંગળી, લસણ જેવા તામસી પ્રકૃતિના પદાર્થો પણ ન ખાવા જોઈએ.

2. કોઈ પ્રકારનું મીઠું ના ખાવું

એકાદશીના વ્રતના દિવસે મીઠાનું સેવન ન કરવું જોઈએ. જો સ્વાસ્થ્ય પ્રમાણે મીઠાનું સેવન કરવું પડે તેમ હોય તો દિવસમાં એક વખત ફરાળી કે સિંધવ મીઠું ખાઈ શકાય છે.

તમે વાત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ મીઠાનો ઉપયોગ ના કરવો જોઈએ.

3. નિર્જલા એકાદશીના દિવસે ચણા, દાળ, રીંગણ, ડુંગળી, લસણ અને કઠોળનું સેવન ન કરવું જોઈએ.

જો તમે નિર્જલા એકાદશીનું વ્રત કરો કે ના કરો પણ આ બધી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

4. નિર્જળા એકાદશીના દિવસે કોઈના વિશે વિચાર ના કરો, જૂઠું ના બોલો, બ્રહ્મચર્યનું પાલન કરો, જમીન પર પથારી કરીને સુવો અને કોઈની ચાડી ચુગલી ના કરો કે કોઈનું અપમાન ના કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.