ધનતેરસ પર આ વસ્તુઓ ભુલથી પણ ના ખરીદતા નહિતર દુર્ભાગ્ય આવશે

મિત્રો આસો મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને સાથે જ દિવાળીની તૈયારીઓ પણ શરૂ થઈ છે ત્યારે લોકો ધનતેરસ ઉપર સોનુ ચાંદી અને ઘણી બધી વસ્તુઓની ખરીદી કરતા હોય છે પરંતુ ભૂલથી પણ ધનતેરસના દિવસે આ વસ્તુની ખરીદી ના કરવી જોઈએ નહીં તો દુર્ભાગ્ય સાથે જ આવશે.

કહેવાય છે કે ધનતેરસનો દિવસ ધન સમૃદ્ધિ લાવનારો દિવસ છે અને આ દિવસે ખરીદી કરી શુભ માનવામાં આવે છે.

લોકો ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે લોકો કેટલીક વસ્તુઓની ખરીદી કરતા હોય છે કે જેથી આખું વર્ષ પૈસાની તંગી ના રહે.

કુબેરયંત્ર કે શ્રીયંત્ર:

ધનતેરસના દિવસે મહાલક્ષ્મી યંત્ર ખરીદવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે કુબેર યંત્ર ઘરની તિજોરીમાં કે દુકાનમાં રાખવાથી પૈસાનો વરસાદ થાય છે.

લક્ષ્મી ગણેશજીની મૂર્તિ:

ધનતેરસના દિવસે લક્ષ્મીજી કે ગણેશજીની મૂર્તિ ખરીદવાથી  લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને જો આવું ન કરી શકાય તો લક્ષ્મીજી કે ગણેશજીની છાપવાળો ચાંદીનો સિક્કો ખરીદી લેવો જોઈએ.

સાવરણી:

આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદવામાં આવેલી સાવરણી ગરીબી અને બીમારી ખતમ કરે છે.

ભૂલથી પણ ના ખરીદો આ વસ્તુઓ:

ધનતેરસના દિવસે ભૂલથી પણ લોખંડની વસ્તુ ન ખરીદવી જોઈએ તેનાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે.

લોખંડનો સીધો સંબંધ શની સાથે હોવાથી તે દિવસે લોખંડ ન ખરીદવું જોઈએ, માટીથી બનેલી વસ્તુઓ પણ ન ખરીદો તેનાથી ગરીબી આવે છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.