હાઈવે પર થયો નોટોનો વરસાદ : લોકોએ લૂંટી લીધા પૈસા, જુઓ વિડિયો

મિત્રો આપણે ફિલ્મોમાં જોયું છે કે પૈસાનો વરસાદ થતો હોય છે પરંતુ હકીકતમાં આવી જ ઘટના અમેરિકામાં બની છે.

અમેરિકાના એક હાઈવે ઉપર દોડતી બખતર બંધ ટ્રકમાંથી અચાનક જ નોટોનો વરસાદ થવા લાગ્યો.

મિત્રો નોટોનો વરસાદ થતાં જ રસ્તા પર નીકળતા બધા લોકોએ આ પૈસા લૂંટી લીધા અને હાથમાં જેટલું મળ્યું તેને લઈને ભાગી ગયા.

એફબીઆઈએ લોકોને આ પૈસા પરત કરવાની અપીલ કરી છે. એફબીઆઇ અને કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ એવા લોકોને ગોતી રહી છે જેઓ પૈસા લઈને ભાગી ગયા છે.

પોલીસે કહ્યું કે જે કોઈએ પૈસા લીધા છે તે ઝડપથી ઓફિસમાં આવીને જમા કરાવી દે નહીતર અમારી પાસે વીડિયો ફૂટેજ છે.

તે અનુસાર અમે બધાને પકડી લઈશું અને તેના ઉપર કડક કાર્યવાહી કરીશું.

પોલીસે લોકોને પૈસા પરત કરવા અથવા સંબંધિત ફોજદારી આરોપોનો સામનો કરવા માટે 48 કલાકનો સમય આપ્યો છે.

આ ઉપરાંત અધિકારીઓએ બે લોકોની પહેલા જ ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી અનુસાર આ ટ્રક ફેડરલ રિઝર્વમાં મોટી માત્રામાં રોકડ રકમ લઈને જઈ રહી હતી.

આ દરમિયાન કોઈ કારણસર ટ્રકના પાછળના દરવાજા ખૂલી ગયા હતા જેને લઇને ટ્રકમાંથી રૂપિયાની નોટો હાઈવે ઉપર ઊડવા લાગી હતી.

આ ટ્રકમાં કેટલા રૂપિયા રાખવામાં આવ્યા હતા અને કેટલા ગુમ થઈ ગયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

આ ઘટનાનો સંપૂર્ણ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર ફિટનેસ ગુરુ ડેમી બેગબી એ શેર કર્યો હતો, જે હાઈવે ઉપર પૈસા ભેગા કરતી જોવા મળી રહી છે આ ઉપરાંત તેનો મિત્ર પણ તેની સાથે પૈસા ભેગા કરી રહ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.