શરદપૂનમની રાતે કરો આ કામ રાતોરાત થઈ જશો માલામાલ

હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આસો માસની પૂર્ણિમાને શરદપૂનમ કહેવામાં આવે છે. આ રાત્રે ચંદ્રમાં તેમની ૧૬ કળામાં ખીલી ઉઠયા હોય છે. આ પૂનમને કોજાગરી કે કોજાગર પૂનમ પણ કહેવામાં આવે છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે શરદ પૂનમ આવી રહી છે અને શરદ પૂનમની રાતે જ્યારે ચંદ્ર ચારે તરફ પ્રકાશ ફેલાવે છે તે સમયે મા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ કારણથી આ રાત્રે મા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શરદપૂનમની રાતે સાક્ષાત માતા લક્ષ્મી સ્વર્ગલોકથી પૃથ્વી પર આવે છે અને આ રાત્રે મહાલક્ષ્મીને જે પણ વ્યક્તિ રાત્રે જાગતા દેખાય છે અને જે વ્યક્તિ ભક્તિ ભાવપુર્વક પૂજા કરતો દેખાય છે તેના ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

કહેવાય છે કે મા લક્ષ્મીને સોપારી ખૂબ જ પ્રિય છે એટલા માટે હંમેશા માતા લક્ષ્મીની પૂજામાં સોપારી રાખવી જોઈએ અને પૂજા કર્યા બાદ સોપારી પર લાલ નાડાછડી લપેટીને તેની પર કંકુ, ચોખા અને ફૂલ ચઢાવીને પૂજા કરી એને ઘરની તિજોરીમાં રાખી દેવાથી ધનની ક્યારેય કમી રહેતી નથી.

આ ઉપરાંત શરદપૂનમની રાતે ભગવાન શિવને ખીરનો ભોગ લગાવવો જોઈએ અને તેની સાથે સાથે પૂનમની રાતે ખીર ધાબા ઉપર મૂક્યા બાદ તે પ્રસાદ ગ્રહણ કરવો જોઇએ અને આજુબાજુમાં વહેંચવો જોઈએ, આમ કરવાથી ઘરમાં ક્યારેય પૈસાનો ઘટાડો થતો નથી.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.