અખાત્રીજના દિવસે સાંજે ગાયને ખવડાવી દો આ એક વસ્તુ, જન્મો જનમની ગરીબી થશે દૂર

વર્ષનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી શુભ દિવસ એટલે અક્ષય તૃતીયા જેને અખાત્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે.

અખાત્રીજના દિવસે કોઈ પણ સારા કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર નથી રહેતી એટલે કે આ દિવસ એટલો પવિત્ર અને શુદ્ધ હોય છે કે આ દિવસે કોઇપણ શુભ કાર્ય તમે કરી શકો છો.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આજના દિવસે અમુક એવા ઉપાયો કરવાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો આજના દિવસે નવું ઘર ખરીદવું, નવી ગાડી ખરીદવી, અથવા કોઈપણ નવા શુભ કાર્યની શરૂઆત કરવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે જો કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું ફળ અનેકગણું મળે છે.

અખાત્રીજનો દિવસ લગ્ન કરવા માટે અને ઘરેણાં ખરીદવા માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત અખાત્રીજના દિવસે માતા લક્ષ્મીની ચાંદીની પાદુકાઓ લેવામાં આવે અને આ પાદુકાઓનું વિધિવત રીતે પૂજન કરવામાં આવે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ દિવસે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ ગરીબ અથવા બ્રાહ્મણને દાન પુણ્ય કરવામાં આવે તો તેનું તો તેના લીધે આપણા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો અખાત્રીજના દિવસે સાંજે તુલસીના છોડ આગળ એક દીવો પ્રગટાવો. આવું કરવાથી માતા લક્ષ્મી ભગવાન શ્રીહરિ વિષ્ણુ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે.

જો તમારી પાસે ઘરે ગાયો હોય તો અખાત્રીજના દિવસે સવારે અને સાંજે તમારા ઘરે બનતી પહેલી રોટલી ગાયને ખવડાવી દેજો, મિત્રો આ રોટલી ઉપર ઘી લગાવી તેમાં થોડો ગોળ ઉમેરી અને પછી એ રોટલી ગાયને ખવડાવજો.

અખાત્રીજના દિવસે આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા ઘર પરિવાર ઉપર ધનની વર્ષા થશે.

અખાત્રીજના પાવન દિવસે આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહેશે.

તો મિત્રો તમે પણ ઘરે આજે આ ઉપાય કરજો અને તમારા સગા સંબંધીઓને આ માહિતી શેર કરજો જેથી તેઓ પણ આ ઉપાય કરી શકે. હેપ્પી અખાત્રીજ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.