દશેરાના દિવસે કરી નાખો આ 1 કામ, ધનવાન બનતા તમને કોઈ નહી રોકી શકે, ક્યારેય નહીં પડે પૈસાની તંગી

મિત્રો અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને બધા લોકો મનમૂકીને આ વરસે રાસ ગરબા લઇ રહ્યા છે ત્યારે તમે નવરાત્રિ પૂર્ણ થયા પછી દશેરાના દિવસે આ એક કામ કરી નાખશો તો જ્યોતિષ અને તંત્ર-મંત્રના જાણકારો કહે છે કે ક્યારેય તમારા ઘરે પૈસાની તંગી નહીં સર્જાય અને તમને ધનવાન બનતા કોઇ નહીં રોકી શકે.

મિત્રો દશેરા ઉપર તમારે માત્ર આ કામ જ કરવાના છે જેમાં…

1. દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન અવશ્ય કરો, આવું કરવાથી તમારું જીવન સમગ્ર વર્ષ દરમિયાન સુખેથી પસાર થશે.

2. દશેરાના દિવસે સમય અનુસાર એક નાની યાત્રા જરૂર કરો આવું કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન તમે જે પણ યાત્રા કરશો તેમાં કોઈ બાધા નહીં આવે.

3. દશેરાના દિવસે શમી વૃક્ષની પૂજા કરો. એવું કહેવાય છે કે દશેરાના દિવસે કુબેરે રાજા રઘુને સોનાની મુદ્રા આપવા માટે આ ઝાડના પાનને સોનાનું બનાવી દીધું હતું માટે જ આ દિવસે સોનાના પાન ખરીદવાની પણ પ્રથા છે.

4. દશેરાના દિવસે નવા રૂમાલથી માતા દુર્ગાના ચરણ લૂછો અને પછી તેને તિજોરીમાં રાખી દો તેનાથી સમગ્ર વર્ષ ઘરમાં સુખ-શાંતિ રહેશે.

તો પ્રિય મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો ખાસ તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે આ માહિતીને શેર કરવાનું ના ભૂલતા જેથી એ પણ દશેરાના દિવસે આ કામ કરીને આખું વર્ષ સુખ-શાંતિ પૂર્વક પસાર કરી શકે. જય માતાજી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.