ગણેશ વિસર્જન પછી શ્રીફળ, ફુલ, સોપારી, ચોખા, લાલ કપડું, કળશના પાણી વગરેનું શું કરવું જોઈએ? મોટાભાગના લોકો નથી જાણતા

મિત્રો ભગવાન ગણપતિના વિસર્જન બાદ આપણે શું શું કરવું જોઈએ? તેના વિશે આપણે જાણીશું. આપણે ભગવાન ગણપતિનું પૂજન કરીએ છીએ અને ત્યારબાદ વિધિવિધાનપૂર્વક તેનું વિસર્જન કરીએ છીએ.

મિત્રો વિસર્જન કર્યા બાદ ઘરમાં જે પૂજાની સામગ્રી બચે છે તેમાં ખાસ કરીને કળશ, કળશની અંદરનું પાણી, સોપારી, સિકો, નાળિયેર, હળદરની ગાંઠ, ભગવાન ગણપતિના લાલ કપડા, આસન ઉપર રાખવામાં આવેલા ચોખા, નવગ્રહ માટેના ચોખા, નવગ્રહ માટે રાખવામાં આવેલી સોપારી વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે.

હવે વિસર્જન કર્યા બાદ આ વસ્તુનું શું કરવું જોઇએ? તેની સાચી જાણકારી ઘણા ઓછા લોકોને હોય છે.

ગણપતિનું વિસર્જન કરવા માટે જ્યારે તમે નદી, તળાવ અથવા સમુદ્રમાં જાવ છો ત્યારે સૌથી પહેલા તમારે નદી, તળાવ અથવા સમુદ્રની અંદરથી એક મુઠ્ઠી માટી પોતાની સાથે લઈ લેવી.

જો તમે ગણપતિનું વિસર્જન પોતાના ઘરે કરવા માંગો છો તો ત્યાં પણ તમારે ગણેશજીની પ્રતિમા થોડા સમય બાદ ઓગળી જાય છે એટલા માટે તમારે તેમાંથી થોડી માટી કાઢી લેવી જોઈએ અને જે જગ્યાએ ગણપતિ ભગવાનનું આસન બનાવ્યું હોય તે જગ્યા પર રાખી દેવી જોઈએ અને જે દીવો પ્રગટી રહ્યો હોય તેને ચાલુ રાખવો જોઈએ.

આનો એવો મતલબ થાય છે કે ગણપતિજીનું જે વિશાળ સ્વરૂપ હતું તેનું સુક્ષ્મ શરીર આજે પણ તમારા ઘરમાં રહેલ છે. તમારા મનમાં એવી ભાવના રહેશે કે આપણે ભગવાન ગણપતિનું વિસર્જન કરી દીધું છે પરંતુ ભગવાન ગણેશનું એક સૂક્ષ્મ સ્વરૂપ આપણે ઘરે લઈ આવ્યા છે જે આપણી સાથે રહેશે અને તમારે આ સૂક્ષ્મ સ્વરૂપ ની આરતી કરવી જોઈએ.

આરતી કર્યા બાદ બીજા અથવા ત્રીજા દિવસે આ માટીને પોતાના ઘરના કોઈ પણ ખૂણામાં ઉમેરી દો. વિસર્જન કરવામાં આવેલી માટી ક્યારેય પણ તુલસીના ક્યારામાં ઉમેરવી જોઈએ નહીં અને તેના કળશનું પાણી પણ તુલસીમાં ઉમેરવું જોઇએ નહીં.

બાકીની જે સામગ્રી બચેલી છે તેને તમે બ્રાહ્મણને દાન કરી દેવી જોઈએ. જો તમે પોતાના ઘરે કોઈ પંડિત અથવા બ્રાહ્મણને બોલાવતા નથી તો તમે તે લાલ કપડાનો પોતાના ઘરના મંદિરમાં પણ ઉપયોગ કરી શકો છો અને લાલ કપડામાંથી ભગવાનનું આસન પણ બનાવી શકો છો.

કળશ ઉપર રાખવામાં આવેલ નારિયેળનો પ્રસાદ બનાવી દો ત્યારબાદ ઘરના લોકોને અને આસપાસના લોકોને આ પ્રસાદ વહેંચી દો.

ગણપતી ભગવાનની નીચે જે ચોખા તમે રાખેલા હતા તે ચોખાની તમારે ખીર બનાવવી જોઈએ અને બાકી બચેલા ચોખાને પોતાના ઘરના અન્ય ધાન્યમાં ઉમેરી દેવા જોઈએ.

જો તમે ચોખાને પોતાના ધાન્યમાં ઉમેરવા નથી માગતા તો તેને માછલી અને પક્ષીઓને નાખી દેવા જોઈએ અથવા ભાત બનાવીને ગાયને પણ ખવડાવી શકો છો.

પૂજામાંથી બચેલી સોપારીને તમે કોઈ કુંડામાં દબાવી દો અથવા પ્રવાહિત જળમાં વિસર્જિત કરી દો અને ત્યારબાદ કળશની અંદર બચેલા સિક્કાને ઘરમાં રહેલા કોઈપણ છોડના કુંડામાં દાટી શકો છો અથવા તેનું પણ વિસર્જન કરી શકો છો.

ગણપતિની પૂજા કરતી વખતે ચઢાવવામાં આવેલી દક્ષિણા તમે કોઈ બ્રાહ્મણને દાન કરી શકો છો. જો તમને કોઈ બ્રાહ્મણ મળતા નથી તો આ પૈસા કોઈ નાની કન્યાને પણ તમે આપી શકો છો.

કળશમાં રહેલા પાણીથી પોતાના સમગ્ર ઘરમાં છંટકાવ કરી શકો છો પરંતુ આ પાણીનો છંટકાવ બાથરૂમમાં કરવો નહીં.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.