અખાત્રીજના દિવસે કરો આ 4 કામ, ક્યારેય નહીં થાય ધનની કમી

મિત્રો હિન્દુ ધર્મમાં અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે કોઇપણ કાર્ય કરો તેને શુભ માનવામાં આવે છે.

આ અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે, આ પવિત્ર દિવસે સ્નાન, દાન, ધર્મ અને કર્મનું ખૂબ જ મહત્વ છે.

અખાત્રીજના દિવસે દેવી લક્ષ્મીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

1. અક્ષય તૃતીયાના શુભ દિવસે ઘરમાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. અખાત્રીજના દિવસે ઘરને સારી રીતે સાફ કરો.

એવી પણ માન્યતા છે કે આ દિવસે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અને એવું પણ કહેવાય છે કે માતા લક્ષ્મી એ જ ઘરમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે.

2. અક્ષય તૃતીયાના પાવન દિવસે કોઇપણ પ્રકારની પરેશાની કે લડાઈ ન કરવી જોઈએ.

જે ઘરમાં અશાંતિ હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ બિલકુલ થતો નથી. માતા લક્ષ્મીને એવા જ ઘરમાં ગમે છે તેનું વાતાવરણ સારું હોય અને પરિવારના સભ્યો પ્રેમથી રહેતા હોય.

3. અક્ષય તૃતીયાના પવિત્ર દિવસ ઉપર સાત્ત્વિક આહાર લેવો જોઈએ, આ દિવસે ભોજન ગ્રહણ કરતા પહેલા ભગવાનને ભોગ અવશ્ય અર્પણ કરવો જોઈએ.

આજના દિવસે તામસી ખોરાક અને માંસ અને દારૂનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.

4. અક્ષય તૃતીયાના શુભ દિવસ ઉપર ખોટા કાર્યોથી હંમેશા દૂર રહેવું જોઈએ. એક માન્યતા અનુસાર અક્ષયતૃતીયાના દિવસે ખોટા કાર્યો કરનાર વ્યક્તિને જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ દિવસે જરૂરિયાત અને ગરીબોની મદદ કરો અને તમારી ક્ષમતા પ્રમાણે દાન કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.