સૂર્યગ્રહણ 2022 : સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરતા કામ નહિંતર થઈ જશો બરબાદ

મિત્રો ગ્રહણ એક એવી ઘટના છે કે જે વિજ્ઞાનથી લઈને ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર સુધી ખૂબ જ મહત્વ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે ગ્રહણ બે પ્રકારના બને છે, એક સૂર્ય ગ્રહણ અને એક ચંદ્રગ્રહણ.

વર્ષ 2022 નું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલે થવાનું છે અને આ દિવસે શનિવાર અને અમાસ હોવાથી તેનું મહત્વ પણ અનેક ગણું વધી જાય છે.

આ ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ હોવાથી તેનો સુતક સમયગાળો માન્ય ગણાશે નહીં પરંતુ આ દરમિયાન સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે નહીં તો જીવન ઉપર ભારે અસર પડી શકે છે.

સૂર્યગ્રહણ 30 એપ્રિલની મધ્યરાત્રીએ 12:15 થી શરૂ થશે અને 04:08 સુધી ચાલશે.

ગ્રહણ દરમ્યાન શું કરવું જોઈએ

તુલસીના પાનને ભોજન અને પાણીમાં નાખો જેથી ગ્રહણની નકારાત્મક અસર તેના પર ન પડે અને ગ્રહણ પછી તેનું સેવન કરી શકાય.

ગ્રહણ દરમ્યાન અને ઘરના મંદિરની ઢાંકી દો. આ દરમિયાન મંદિરોના દરવાજા પણ બંધ રાખવામાં આવે છે.

ગ્રહણ દરમ્યાન ભગવાનની પૂજામાં મહત્તમ સમય વિતાવો.

ગ્રહણ પછી સ્નાન કરો અને દાન કરો. ખાસ કરીને સફાઇ કામદારોને દાન આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગ્રહણ દરમ્યાન શું ન કરવું જોઇએ

ગ્રહણ દરમિયાન નકારાત્મક ઊર્જાનો વધારો થાય છે જેથી આ સમયે કોઈપણ શુભકાર્ય ન કરવું જોઈએ.

ગ્રહણ દરમ્યાન સોયમાં દોરો પરોવવાની પણ મનાય છે.

ગ્રહણ દરમ્યાન ન તો ખોરાક રાંધવો જોઈએ કે ન તો શાક સુધારવાનું કામ કરવું જોઈએ અને ન તો ભોજન કરવું જોઇએ.

સગર્ભા સ્ત્રીઓએ ખાસ કરીને ગ્રહણ સમય દરમિયાન છરી, કાતર અથવા કોઈ પણ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઇએ અને આ વસ્તુઓ હાથમાં પણ ન લેવી જોઈએ.

ગ્રહણ દરમ્યાન મુસાફરી કરવાનું પણ ટાળવું જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.