દિવાળીના દિવસે વડના પાનનો કરો આ ઉપાય, તિજોરીમાં થશે ધનના ઢગલા

આસો મહિનાની અમાવસ્યાની તિથિ એટલે દિવાળીનો તહેવાર.

આ દિવસે લોકો ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે.

શાસ્ત્ર મુજબ દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.

દિવાળીના દિવસે પીપળાનું આખું પાન ઘરે લાવો અને આ પાન પર “ઓમ મહાલક્ષ્મૈય નમઃ” લખીને પૂજા સ્થળ પર રાખો.

દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજા સમયે લવિંગ તથા એલચીનું મિશ્રણ બનાવો અને તમામ દેવી દેવતાઓને આ મીશ્રણનુ તિલક લગાવો. આ પ્રયોગથી મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

દિવાળીના દિવસે કિન્નરોને પૈસા અને મીઠાઈનું દાન કરો અને તેની પાસેથી એક રૂપિયાનો સિક્કો માંગીને તિજોરીમાં રાખી દો.

વડના પાન ઉપર હળદરથી સ્વસ્તિક બનાવીને તિજોરીમાં રાખી દો અને પછી જુઓ થશે ધનના ઢગલા.

દિવાળીની રાત્રે ઘરમાં શ્રી યંત્રની સ્થાપના કરો અને રાત્રે કનકધારા સ્તોત્રનું પઠન કરો.

નોંધ: આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ. આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.