દિવાળીની રાતે ચુપચાપ કરો આ કામ કિસ્મત પલટતા વાર નહીં લાગે

ભારતનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી આ દિવસે ખાસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અલગ-અલગ ઉપાયો કરતા હોય છે.

આ દિવસે જો માતા લક્ષ્મીજી આપણા ઉપર પ્રસન્ન થઈ જાય તો કિસ્મત પલટતા વાર નથી લાગતી.

દિવાળીની રાતે જો તમે આ ઉપાયો કરી લેશો તો માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહેશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા, ગરીબી દૂર થશે અને લક્ષ્મીજીનો વાસ થશે.

દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા કર્યા પછી ઘરના તમામ રૂમમાં શંખ અને ઘંટ વગાડવો જોઈએ.

દિવાળી પર તેલનો દીવો પ્રગટાવો અને તેલમાં લવિંગ મૂકીને હનુમાનજીની આરતી કરો.

શિવમંદિરમાં જઈને શિવલિંગ પર અક્ષત એટલે કે ચોખા ચઢાવો.

શિવલિંગ પર તૂટેલા ચોખા ન ચઢાવો.

મા લક્ષ્મીની પૂજા વખતે પૂજામાં પીળા છીપલાં રાખવા જોઈએ.

દિવાળીના દિવસે મંદિરમાં સાવરણીનું દાન કરો.

મહાલક્ષ્મીનું મંદિર હોય તો ત્યાં ગુલાબની સુગંધ સાથે અગરબત્તીનું દાન કરો.

દિવાળીના દિવસે પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ.

નોંધ: આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ. આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.