દિવાળીની રાત્રે છત પર કરો આ 1 કામ, થઇ જશે ધનના ઢગલા

દિવાળીએ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે અને આ તહેવાર બધા લોકો ધામધૂમથી ઉજવે છે.

દિવાળીના દિવસે ખાસ માં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને તેની કૃપા મેળવવામાં આવે છે.

દિવાળીના દિવસે જ માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં તમે સફળ થઈ જાવ તો ધનની કમી રહેતી નથી.

આજે આપણે જાણીશું કે દિવાળીની રાત્રે એક ખાસ કામ કરવાનું છે જેનો તમને ખૂબ જ ફાયદો થશે.

આ કામ તમારે તમારા ઘરની છત ઉપર કરવાનું છે જો તમે ફ્લેટમાં રહેતા હોય તો તમે આ કામ બાલ્કનીમાં પણ કરી શકો છો.

પહેલું કામ::

દિવાળીના દિવસે તમારે ચાર કોડિયામાં દેશી ગાયનું ચોખ્ખું ઘી નાખીને ઘરના ધાબા ઉપર અથવા બાલ્કનીમાં જઈને ચાર દીવા પ્રગટાવવાના છે.

આ ચારેય દિવાનું મોઢું અલગ-અલગ દિશામાં રાખવું અને સાથે થોડા થોડા ધાણા મૂકો, આવું કરવાથી તમારા ઘરમાં ચારે દિશામાં ધનની આવક શરૂ થઇ જશે.

દિવાળીની રાતે મા લક્ષ્મી પૃથ્વી ઉપર ભ્રમણ કરવા નીકળે છે અને ઘરની દીપકની રોશનીથી, પોઝીટીવ એનર્જીથી આકર્ષિત થઈને માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી સાથે સુખ અને શાંતિ પણ આવે છે, ઉપરાંત ધંધામાં પણ ખૂબ જ લાભ થાય છે.

બીજું કામ::

દિવાળીના દિવસે તમારા ઘરમાં વર્ષો જૂના સિક્કા હોય તો તેને દિવાળીના દિવસે બહાર કાઢો અને દિવાળીની રાતે એક આ સિક્કાને લક્ષ્મીજીના ચરણોમાં રાખી દો.

પછી કંકુ અને ચોખાથી તેની પૂજા કરો અને ત્યારબાદ માતા લક્ષ્મીને તમારા ધનસંબંધી, વ્યાપાર સંબંધી અથવા કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તે દૂર કરવા પ્રાર્થના કરો.

હવે આ સિક્કાને લઈને ઘરની છત ઉપર વચ્ચોવચ રાખી દેવો. આ સિક્કાને આખી રાત છત ઉપર રાખી દેવો અને બીજા દિવસે તે સિક્કાને લઈને સાફ કરી તેને ઘરની તિજોરીમાં રાખી દેવો.

આવું કરવાથી ઘરમાં ધન ખર્ચ વધુ નહીં થાય અને સાથે તિજોરીમાં ધનની વૃદ્ધિ પણ થશે.

નોંધ: આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ. આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.