દિવાળીની રાતે આ છ જગ્યા પર દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ તમારા ઘરમાં વાસ કરે છે

હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી છે જે આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો રાત્રે ફટાકડા ફોડીને દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરે છે.

પૌરાણિક કથા અનુસાર દિવાળીના દિવસે ભગવાન શ્રીરામ સીતા અને લક્ષ્મણ સાથે ૧૪ વર્ષના વનવાસ બાદ પરત ફર્યા હતા. અયોધ્યાવાસીઓએ આ ખુશીમાં દિવા પ્રગટાવ્યા હતા અને રામ-સીતા- લક્ષ્મણનું સ્વાગત કર્યો હતું.

હવે આપણે જાણીશું કે કઈ જગ્યા પર દીવો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે:

માતા લક્ષ્મીનું આગમન ઘરના મુખ્ય દરવાજાથી થતું હોય છે એટલા માટે મુખ્ય દરવાજા ઉપર એક દીવો કરવો જોઈએ.

ઘરની આસપાસમાં કોઈ ચોક હોય તો ત્યા દીવો પ્રગટાવીને અંધકાર દૂર કરવો જોઈએ.

દિવાળીના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઈએ કેમ કે પીપળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે,

દિવાળીના દિવસે જ્યાં લક્ષ્મી પૂજન કર્યું હોય એ જગ્યા પર આખી રાત દીવો પ્રગટાવવો જોઈએ.

આસપાસમાં કોઈ સુમસાન જગ્યા હોય કે સ્મશાન હોય તો ત્યાં પણ દીવો પ્રગટાવીને અંધકાર દૂર કરવો જોઈએ, ઘરની આસપાસ મંદિર હોય તો ત્યાં પણ દીવો કરવો જોઈએ.

ઘરના આંગણે આખી રાત દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને દરેક સમસ્યાનું સમાધાન મળે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.