આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા બની રહે તે માટે દિવાળીના દિવસે કરો આ 8 કામ

ભારતનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી આ દિવસે ખાસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અલગ-અલગ ઉપાયો કરતા હોય છે.

આ દિવસે જો માતા લક્ષ્મીજી આપણા ઉપર પ્રસન્ન થઈ જાય તો કિસ્મત પલટતા વાર નથી લાગતી, દિવાળીના દિવસે જો તમે આ ઉપાયો કરી લેશો તો માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહેશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા ગરીબી દૂર થશે અને લક્ષ્મીજીનો વાસ થશે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળીના દિવસે આ 8 કામ કરવા જોઈએ:

મહાલક્ષ્મીની પૂજામાં પીળી કોડીઓને સામેલ કરો.

દિવાળીના દિવસે શિવલિંગ પર ચોખા ચઢાવો.

દિવાળીના દિવસે પીપળાના ઝાડને જળ ચઢાવો અને તેલનો દીવો કરો.

આ દિવસે કોઇ પણ મંદિરમાં સાવરણીનું દાન કરો આ ઉપરાંત ગુલાબની સુગંધ વાળી અગરબત્તીનું દાન કરો.

દિવાળીની રાતે પૂજા સમયે મોટો ઘીનો દીવો કરો અને કનકધારા સ્તોત્ર, રામરક્ષા સ્તોત્ર અને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરો.

ગણેશજીને દૂર્વા અર્પિત કરો.

દિવાળીના દિવસે તેલના દીવામાં લવિંગ મૂકીને હનુમાનજીની સામે રાખો.

દિવાળીના દિવસે કોઈ પણ કાળા રંગની વસ્તુનો ઉપયોગ ના કરો.

નોંધ: આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ. આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.