ધોળા દિવસે તોફાની વરસાદ તબાહી મચાવશે !! બંગાળની ખાડીમાં સિસ્ટમ થઈ સક્રિય, થઈ જાવ સાવધાન

મિત્રો સમગ્ર ગુજરાતમાં વરસાદના નવા ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 40 કિલોમીટર ઝડપે પવન પવન ફૂંકાય શકે છે. 12 સપ્ટેમ્બરથી લઈને 14 સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મિત્રો ભાદરવા મહિનામાં ધીમે ધીમે વરસાદ વધી રહ્યો છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 13 સપ્ટેમ્બરના રોજ ઘણી જગ્યાઓ પર અવિરત ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાને કારણે તાત્કાલિક ધોરણે બે મોટા જીલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મિત્રો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ 12, 13, 14 અને 15 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકી શકે છે.

આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં તોફાની ઈનીંગના એંધાણ છે અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે જ્યારે મુંબઈના કેટલાક ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદ ની શક્યતા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.