ધોળા દિવસે આભ ફાટશે !! આ વિસ્તારોમાં આભ ફાટવાની સાથે તોફાની ભયંકર વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી

મિત્રો છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળો અને ભારે પવનના સુસવાટા સાથે રાજ્યમાં મેઘરાજાએ એન્ટ્રી કરી રહ્યા છે.

આ ઉપરાંત રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું તો અનેક વિસ્તારોમાં ભારે ગરમી અને બફારાનો પણ અનુભવ થયો હતો.

મોટાભાગના વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવી જાય છે અને ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડે છે જેને કારણે થોડી જ વારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે,

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ એક સિસ્ટમને કારણે અને અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલી બીજી એક સિસ્ટમને કારણે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે જેને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આભ ફાટવાની પણ ઘટના ઉત્પન્ન થાય તેવાં એંધાણ આપ્યા છે.

આ ઉપરાંત 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ, પૂર્વ, મધ્ય ગુજરાતમાં ભારે તોફાની વરસાદવાળી સિસ્ટમ સક્રિય થઈ શકે છે જેને કારણે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, પોરબંદર, જામનગર, ભરૂચ, અરવલ્લી, કચ્છ, પાટણ, છોટાઉદેપુર, અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આભ ફાટે તેવા ભયંકર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.