પૃથ્વી પર ભગવાન શંકરનું વરદાન છે ધતુરો : વાળ, નખ અને ચામડી માટે રામબાણ દવા

મિત્રો ધતુરાનું નામ તો મોટા ભાગે બધા લોકોએ સાંભળ્યું જ હશે કેમકે ધતુરો એ ભોલેનાથને ખૂબ જ પ્રિય છે.

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ધતુરાને અર્પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ભોલેનાથને ધતૂરો અર્પણ કરવાથી વ્યક્તિને દુઃખમાંથી મુક્તિ મળે છે.

આજે આપણે જાણીશું ધતુરાના ફાયદાઓ વિશે:

મિત્રો ધતુરાનો ઉપયોગ માત્ર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જ નથી પરંતુ તેના ઘણા બધા બીજા પણ ઉપયોગો છે જે રામબાણ ઈલાજ સમાન કારગત છે.

એક રિપોર્ટ અનુસાર જો મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તે દવા જેવું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે.

દેવી ભાગવત પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે ઝેર પીધા પછી અશ્વિનીકુમારોએ શીન્ગાનું ભંગ, ગાંજા અને ધતુરાથી ઝેર દૂર કર્યું.

આયુર્વેદિક દ્રષ્ટિએ ધતુરામાં હાજર ઔષધીય ગુણધર્મો ઘાને રૂઝવવામાં અને શારીરિક ક્ષમતામાં વધારો કરવામાં મદદ કરે છે.

જો ધતુરાનુ વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને શરીરને ઘણી રીતે નુકસાન થાય છે.

એટલા માટે જ્યારે પણ ધતુરાનો કોઈ ઉપાય કરો તે પહેલા આયુર્વેદિક નિષ્ણાત અને ડોક્ટરની સલાહ ફરજિયાત લેવી.

પુરુષોની શારીરિક ક્ષમતામાં વધારો કરવા માટે ધતુરાનું સેવન કોઇ વરદાનથી ઓછું નથી.

તેનું સેવન કરવા માટે લવિંગ અને ધતુરાનું બીજ સમાજ માત્રામાં પીસી લો, પછી તેમાં મધ ઉમેરીને નાની ગોળીઓ બનાવો.

આ ગોળી રોજ સવારે લેવી જેથી ટૂંક સમયમાં તમે તમારા શરીરમાં થતા પરિવર્તનને અનુભવી શકશો.

સાંધાનો દુખાવો અને સોજામાં ફાયદાકારક છે આ ઉપરાંત પગમાં સોજો અથવા ભારેપણું હોય તો ધતુરાનો ઉપયોગ કરી શકાય.

આ માટે ધતુરાના પાંદડાને એકદમ છૂંદો કરીને લગાવવા પડશે જેથી તમને તાત્કાલિક રાહત મળશે કેમ કે ગરમ અસરને કારણે સ્નાયુઓમાં કુદરતી સંકોચન થાય છે અને સ્નાયુઓ નરમ થઈ જાય છે તેનાથી રાહત મળે છે.

જે લોકોને ટાલ છે તે લોકો અસરગ્રસ્ત વિસ્તારમાં ધતુરાનો રસ લગાવી શકે છે.

તલના તેલમાં ધતુરાનો રસ મિશ્ર કરવાથી પણ ફાયદો થાય છે અને વાળની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરે છે.

જો તમારા શરીર પર કોઈ ઘા હોય તો તમે ધતુરાની મદદથી મટાડી શકો છો તેનો ઉપયોગ એન્ટિસેપ્ટિક દવા તરીકે થઈ શકે છે.

જેથી કોઈપણ ઘા ઝડપથી મટી જાય છે. અહીં એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે ખૂબ ઊંડા ઘા પર આનો ઉપયોગ ના કરવો જોઈએ.

આ ઉપરાંત ધતુરાનો ઉપયોગ કરવાથી પીડા અને બળતરામાં રાહત મળે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.