ખેડૂતો માટે ખરાબ સમાચાર : હવે આ વિસ્તારના ખેડૂતોને આઠ કલાકને બદલે માત્ર છ કલાક જ મળશે વીજળી!

મિત્રો આપણે જાણીએ છીએ કે તાજેતરમાં જ કૃષિમંત્રી રાઘવજી પટેલનું ખેડૂતોને વીજળી આપવા લઈને મોટું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને હવેથી 8 કલાક વીજળી વગર કાપે મળી રહેશે.

અને આજથી જ આ બાબતનું અમલીકરણ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોની નર્મદાના પાણીનો પણ વધારે લાભ મળશે.

મિત્રો ગુજરાતમાં વીજળીની સમસ્યાથી ખેડૂતો ખૂબ જ પરેશાન છે જેને લઇને ઠેરઠેર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વીજળી આપવાને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે હવે ખેડૂતોને આઠ કલાક વીજળી મળશે ત્યારે ફરીથી સરકાર દ્વારા આ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે.

ડીજીવીસીએલ દ્વારા ખેડૂતોને ખેતી માટે આઠ કલાકના બદલે છ કલાક વીજળી આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

મિત્રો ડીજીવીસીએલ દ્વારા ખેડૂતોને મેસેજ કરીને જાણકારી આપવામાં આવી છે. આવી રીતે એકાએક વીજકાપ ના નિર્ણયના પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ડીજીવીસીએલના આ નિર્ણયથી ડાંગર, શેરડી સહિતના બાગાયત પાકોમાં ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે.

માત્ર થોડાક જ દિવસોમાં સરકારે વીજળી બાબતે નિર્ણય બદલતા ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.

તો આવી રીતના દક્ષિણ ગુજરાતના ખેડૂત મિત્રોને હવે આઠ કલાક ને બદલે છ કલાક જ વીજળી મળશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.