DGP આશિષ ભાટિયાએ આપ્યા મોટા આદેશ, અહીં લાગુ થયુ સંપૂર્ણ લોકડાઉન!!

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકાર તરફથી આજે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જેમાં નવા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

નવી ગાઇડલાઇન પ્રમાણે આઠ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રે 10 થી લઈને સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

કોરોના કેસ વધતા રાત્રી કર્ફ્યુની કડક અમલવારી કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

DGP આશિષ ભાટિયાએ કહ્યું કે લગ્નમાં 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમોમાં મહત્તમ 150 લોકો ખુલ્લા સ્થળે અને બંધ જગ્યાએ ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત થઇ શકશે.

આ ઉપરાંત લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, ધાંગધ્રા વગેરે જેવા સ્થળોએ રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે તેનું લોકો ધ્યાન રાખે.

આ ઉપરાંત ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટમાં માલિકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે જો ગાઇડલાઇન પ્રમાણે 75 ટકાથી વધુ લોકો હોટલમાં જોવા મળશે તો કાયદેસર પોલીસ કેસ દાખલ થશે.

આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ મંજૂરી કરતાં વધારે લોકો એકઠા થશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી એસઓપી 29 જાન્યુઆરી 2022 સુધી લંબાવવામાં આવી છે.

23 જાન્યુઆરીએ સંપૂર્ણ લોકડાઉન:

મિત્રો દેશમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મોટાભાગના રાજયોની અંદર કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે.

ઘણા રાજ્યોમાં વિકેન્ડ કર્ફ્યું અને રાત્રી કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવ્યો છે.

તમિલનાડુ સરકારે રવિવારે એટલે કે 23 જાન્યુઆરીએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્નેટાલિને આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે 23મી જાન્યુઆરીએ તમિલનાડુમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે.

સમગ્ર લોકડાઉન દરમિયાન રાજ્યમાં શાળાઓ, કોલેજો, ઓફિસો, બજારો, મોલ, સ્પા, જીમ તમામ બંધ રહેશે.

માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે.

તમિલનાડુ સરકારે આ અગાઉ 9 જાન્યુઆરી અને 16 જાન્યુઆરીએ પણ સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું હતું.

આ ઉપરાંત રાજ્યમાં રાત્રે 10 થી લઇને સવારના 5 સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.