આ યોગી 900 વર્ષથી જીવી રહ્યા છે, તેમની પાસેથી કોઈ ખાલી હાથે નથી આવતું!!

મિત્રો કોઈ વ્યક્તિની ઉંમર 90-100 વર્ષ થઈ જાય છે તો લોકો તેને રેકોર્ડ માને છે પરંતુ કોઈ વ્યક્તિ જો 200, 500 નહીં પરંતુ 900 વર્ષથી જીવી રહ્યો હોય તે વાત કોઈને માન્યામાં ના આવે.

આજે આપણે એવા વ્યક્તિની વાત કરીશું કે જે 900 વર્ષથી વધુ જીવ્યા હતા અને તેમનું નામ છે દેવરહા બાબા.

જોકે આ વાત કેટલી સાચી છે તે કહી શકાય નહીં કારણ કે તેમને જોનારા લોકો અને તેને મળનારા લોકો ચોક્કસ એવું કહી શકે છે કે આ મહાયોગી જરૂર ચમત્કારી પુરુષ છે અને તેમની ઉંમર ઓછામાં ઓછી 200 વર્ષ કરતાં વધારે તો હશે જ.

આપણે જાણીએ છીએ કે મહાભારતના મહાપુરુષ પિતામહ ભીષ્મની ઉંમર આશરે ૧170 વર્ષથી વધુ હતી પરંતુ આ દેવરહા બાબાની ઉંમર તેનાથી પણ અનેક સદીઓ વધારે હતી.

પહેલી વારમાં કોઈને વિશ્વાસ નથી આવતો પરંતુ લોકપ્રચલિત કથા અને વાર્તાઓના આધારે આ વાત સામે આવી હતી. ભારતના ઉત્તર પ્રદેશના દેવરિયા જનપદમાં એક યોગી રહેતા હતા જેમનું નામ હતું દેવરહા બાબા.

એવું કહેવાય છે કે આ બાબા એક સિદ્ધ પુરુષ અને સંતપુરુષ હતા. દુનિયાના ખૂણે ખૂણેથી મહાન તેમજ પ્રસિદ્ધ લોકો તેમના દર્શન કરવા માટે આવતા હતા.

આ બાબાના ચહેરા ઉપર એક અલગ જ ચમક હતી અને લોકો તો એવું જ માનતા હતા કે બાબાની પાસે ચમત્કારિક શક્તિઓ પણ છે.

પરંતુ આ બધાની વચ્ચે દરેકના મનમાં એક જ વાત આવતી હતી કે બાબાની ઉંમર કેટલી હશે? સાચે જ બાબા 900 વર્ષથી વધુના હશે.

બાબાની ઉંમરને લઈને લોકોમાં અલગ-અલગ મત છે કેટલાક લોકો તેમનું જીવન 250 વર્ષનું માનતા હતા તો કેટલાકનું કહેવું છે કે બાબાની ઉંમર 500 વર્ષ ની હતી.

આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ નથી જાણતું કે આ બાબાનો જન્મ ક્યારે થયો હતો, તેની જન્મતારીખ, જન્મસ્થાન તથા તેઓ ક્યારે અને ક્યાંથી આવ્યા. તે બધા જ તથ્યો અજ્ઞાત છે.

માત્ર લોકો એટલું જ જાણતા હતા કે તેઓ યૂપીના દેવરિયા જિલ્લાના રહેવાસી હતા અને તેમને પોતાનો છેલ્લો શ્વાસ મંગળવાર 19 જૂન 1990 માં યોગિની એકાદશી ના દિવસે લીધો હતો.

આ બાબાની એક કથા ખૂબ જ દિલચસ્પ છે. બાબાની લગભગ 10 વર્ષ સુધી સેવા કરનાર માર્કંડેય મહારાજના કહેવા પ્રમાણે બાબા નિર્વસ્ત્ર રહેતા હતા અને તેઓ ધરતીથી 12 ફૂટ ઊંચે લાકડાથી બનેલ એક બોક્સમાં રહેતા હતા અને માત્ર ત્યારે જ નીચે આવતા હતા જ્યારે તેમણે સવારે સ્નાન કરવા જવું હોય.

એવું પણ માનવામાં આવે છે કે બાબાએ અનેક વર્ષો સુધી હિમાલયમાં સાધના કરી હતી. હિમાલયની ગોદમાં જપ તપ કર્યા પછી જ બાબા ઉત્તર પ્રદેશના દેવરિયા વિસ્તાર તરફ પ્રસ્થાન કર્યું હતું ત્યારબાદ બાબાએ વર્ષો સુધી અહીંયા નિવાસ કરી અને પોતાના ધર્મથી લોકોની વચ્ચે પ્રચલિત થયા.

બાબા દેવળિયામાં સલેમપુર તાલુકાથી થોડે જ દૂર સરયૂ નદીના કિનારે રહેતા હતા આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રીરામને ત્યાગીને પાછા વૈકુંઠ ફર્યા હતા.

કહેવાય છે કે બાબા ખૂબ જ મોટા રામભક્ત હતા તેમના ભક્તોએ હંમેશા તેમના મુખમાંથી રામ નામ સાંભળ્યું હતું.

આ ઉપરાંત બાબા પોતાના ભક્તોના જીવનના કષ્ટોને દૂર કરવા માટે શ્રીરામ અને શ્રીકૃષ્ણના મંત્ર આપતા હતા. તેઓ શ્રીરામ અને શ્રીકૃષ્ણને એક જ માનતા હતા આ બંને અવતારો સિવાય બાબા ગૌસેવા પૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા.

બાબાની જન સેવા અને ગૌ સેવા એક સર્વોપરી ધર્મ હતો તેઓ પોતાની પાસે આ દરેક ભક્તોને લોકોની સેવા, ગૌમાતાનું રક્ષણ કરવું અને ભગવાનની ભક્તિમાં રત રહેવાની પ્રેરણા આપતા હતા.

આ ઉપરાંત બાબાએ પ્રયાગરાજમાં 1989માં મહાકુંભના પાવન પર્વ ઉપર વિશ્વ હિન્દુ પરિષદના મંચ ઉપરથી બાબાએ પોતાના પાવન સંદેશો આપ્યો હતો અને કહ્યું કે “દિવ્ય ભૂમિ ભારતની સમૃદ્ધિ ગૌરક્ષા, ગૌસેવા વગર શક્ય નથી. ગૌહત્યાના કલંકને દૂર કરવું જરૂરી છે”.

લોકો કહે છે કે બાબાની શારીરિક અવસ્થા વર્ષો સુધી જેવી છે તેવી જ રહી હતી જે કોઈ માણસે તેમને વર્ષો પહેલા જોયા હતા તેઓ અનેક વર્ષો પછી જોઈએ તો પણ એવો જ દેખાવ હતો તેમનામાં કોઈ બદલાવ મહેસૂસ થતો ન હતો.

લોકો કહે છે કે બાબા પોતાના ભક્તોને મળીને ઘણા ખુશ થતા હતા અને તેમને મનોવાંછિત ફળ પ્રદાન કરતા હતા.

આ ઉપરાંત બાબાની ભક્તોને પ્રસાદ આપવાની રીત પણ ખૂબ જ આશ્ચર્યચકિત કરી દેનારી હતી જ્યારે કોઈ ભક્ત તેમની પાસેથી પ્રસાદની કામના કરે ત્યારે બાબા તેમના ઊંચા પાલખ ઉપર બેસીને જ પોતાના પાલખના ખાલી ભાગમાં રાખતા હતા અને તેમના હાથમાં ફળ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો આપમેળે જ આવી જતા હતા.

કેટલાક લોકોનું માનવું હતું કે બાબા પોતાની અદ્રશ્ય શક્તિઓની મદદથી ગમે ત્યાં ચાલ્યા જતા હતા અને પોતાના ભક્તો માટે પ્રસાદ લાવતા હતા.

આ ઉપરાંત બાબા માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા. લોકોનું કહેવું છે કે બાબાએ વર્ષો સુધી પોતાના સૂક્ષ્મ શરીરમાં રહીને તપસ્યા પણ કરી હતી એટલા માટે તેમની ઉંમરનું યોગ્ય અનુમાન લગાવવુ મુશ્કેલ હતું.

જનશ્રુતિઓ પ્રમાણે બાબાએ પોતાના આખા જીવન દરમિયાન કશું જ ખાધું ન હતું તેઓ માત્ર દૂધ અને મધ પીને જીવતા હતા, તે સિવાય શ્રીફળનું પાણી પણ તેમને ખુબ જ પસંદ હતું.

દેવરહા બાબાની ચમત્કારિક શક્તિઓથી આકર્ષિત થઈને દેશના અનેક જાણીતા લોકો પણ તેમના દર્શન કરવા માટે આવતા હતા જેમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી બાજપાઈ, લાલુ પ્રસાદ યાદવ, મુલાયમસિંહ અને કમલાપતિ ત્રિપાઠી જેવા રાજનેતાઓના નામ પણ સામેલ છે.

એવું પણ કહેવાય છે કે દેશમાં કટોકટી પછી થયેલી ચુંટણીઓમાં ઈન્દિરા ગાંધીની હાર થઇ હતી પરંતુ ત્યારબાદ તેઓ દેવરહા બાબાની પાસે ગયા હતા પોતાની સમસ્યાનું સમાધાન કરવા માટે ત્યારે બાબાએ પોતાના હાથના પંજાથી તેમને આશીર્વાદ આપ્યા હતા અને ત્યારથી જ કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ હાથ નો પંજો છે અને માન્યતા પ્રમાણે બાબા ને મળ્યા પછી જ ચૂંટણીમાં ઇંદિરા ગાંધીની જીત થઇ હતી.