બે-બે પત્નીઓ અને નવ સંતાનોના પિતા દેવા ડોનની જાહેરમાં હત્યા ! તેની હત્યા પાછળનું સાચું કારણ આવ્યું તો…

મિત્રો રાજસ્થાનના કોટામાં સોમવારે ડોન દેવા ગુર્જરની હત્યા કરવામાં આવી હતી.

તેઓ ચિત્તોડગઢમાં રાવતભાટાની પાસે આવેલા ગણપતિના મંદિર પાસે એક હેર સલૂનમાં વાળ કપાવવા માટે ગયા હતા ત્યાં જ તેર લોકોએ આવીને તેમની હત્યા કરી નાખી હતી.

દેવા ડોનના પરિવારમાં તેમની બે પત્નીઓ અને 9 બાળકો છે જેમાં આઠ દીકરીઓ અને એક દીકરો છે.

દેવા ગુર્જરે બે લગ્ન કર્યા હતા જેમાં એક પત્નીનું નામ કાલીભાઈ અને બીજી પત્નીનું નામ ઇન્દિરા બાઈ હતું. આ બંને પત્નીઓ સાથે જ રહેતી હતી અને બધા હળીમળીને રહેતા હતા.

આ પરિવારમાં ઘણો જ સંપ હતો અને જ્યાં જવું હોય ત્યાં બધા સાથે જતા હતા અને બંને પત્નીઓ પણ પતિ માટે કરવા ચોથનું વ્રત પણ રાખતી હતી.

દેવા ગુર્જર બંને પત્નીઓને સરખો જ પ્રેમ કરતો હતો એટલે જ ક્યાંય જવાનું હોય તો પણ બંનેને સાથે જ લઈ જતો હતો અને તેમની સાથે ફરતો હતો.

હાલમાં દેવા ડોનના મૃત્યુ પછી તેમની બંને પત્નીઓની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે જ્યારે દેવા ગુર્જરના અંતિમ સંસ્કાર કરવામાં માટે તેને તેના ગામ બોરબાસમાં લઈ આવવામાં આવ્યો ત્યારે ત્યાં ઘણી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા.

આ ઘટના પછી પોલીસ તંત્ર સક્રિય થઈ ગયું અને પોલીસે આઠ લોકોની ધરપકડ કરી હતી.

પોલીસના કહેવા પ્રમાણે તેમની હત્યામાં તેમના મિત્રોએ જ કરી છે જેમાંથી એક તો તેમનો ખાસ બાબુલાલ ગુર્જર છે જેના વિશે દેવા ગુર્જરને પરિવારના લોકોએ જણાવ્યું હતું કે તે તેમને મારવા માંગે છે અને બાબુલાલે સમય સાથે જ દેવા ગુર્જરની હત્યા કરી.

સૌપ્રથમ બાબુલાલે થોડા સમયથી દેવા ગુર્જર સાથે રહેવાનું ચાલુ કર્યું ત્યાર પછી બાબુ ગુર્જરએ બધું જાણી લીધું અને સમય સાથે જ તેમના મિત્રોને ભેગા કરીને આ કામ કર્યું.

છેલ્લા પાંચ મહિનાથી આ બંને સાથે રહેતા હતા અને બંનેની દોસ્તીના વખાણ લોકો કરતા હતા પણ જેને પોતાનો માન્યો હતો એ જ આવો નીકળ્યો.

બાબુલાલ ગુર્જરની નજર દેવાના પૈસા ઉપર હતી એટલે તે અવારનવાર પૈસા માંગવા લાગ્યો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.