જો તમારા મોબાઇલમાં આ એપ્લિકેશન હોય તો તરત જ ડીલીટ કરી નાખજો નહીંતર ખાતું થઈ જશે ખાલી !!

મિત્રો તમે જાણતા જ હશો કે હાલમાં સાયબર ક્રાઇમ વધી રહ્યા છે એટલા માટે લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત કેટલીક એપ્લિકેશન પણ એવી છે જેને તમારા ફોનમાંથી કાઢી નાખવી જરૂરી છે નહીંતર તમારું ખાતું થઈ જશે ખાલી.

ડિલીટ કરી નાખો આ એપ્સ:

એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા સ્માર્ટફોનમાં Pacafic VPN, Cake VPN, e VPN, Beat Player, QR/Barcode Scanner Max અને Tooltipnatorlibrary આવી એપ્લિકેશન છે તો તરત જ ડીલીટ કરી દેજો નહીંતર આવી એપ્લિકેશન દ્વારા તમારું એકાઉન્ટ હેક થવાની શક્યતા છે અને તમારું ખાતું  ખાલી થઈ શકે છે.

જાણો કઈ રીતે થાય છે છેતરપિંડી :

આપ બધી મેલિસિયસ એપ્સ એન્ડ્રોઇડ એપ્સ છે. આ એપ્લિકેશન્સ યુઝરના સ્માર્ટફોનમાં એલીયન બોટ બેન્કર અને MRAT ઇન્સ્ટોલ કરી દે છે.

આ એક એવો મેલવેયર છે જે ફાઇનાન્સિયલ એપ્સની ડિટેલ્સ ચોરી લે છે અને આ એટલું સ્માર્ટ પણ છે કે તે આસાનીથી ગૂગલને પણ છેતરી શકે છે માત્ર એટલું જ નહીં સિક્યુરિટી તરીકે ઉપયોગમાં લેવાતા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન કોડને પણ ચોરી શકે છે.

આ વાતનું રાખો ધ્યાન:

સ્માર્ટફોનથી જો તમે ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન કરો છો તો હંમેશા ઓફિસીયલ એપ્લિકેશનનો ઉપયોગ કરો. કંપની દ્વારા તેની વેબસાઇટ પર આપવામાં આવેલી હોય તે લિંક દ્વારા જ એપ્લીકેશન ડાઉનલોડ કરો.

છેતરપિંડીના કિસ્સાઓમાંથી બચવા માટે આવી કોઈપણ અન્ય એપ્લિકેશન ડાઉનલોડ ના કરવી જોઈએ અને જો અજાણી એપ્લિકેશન તમારા મોબાઇલમાં હોય તો તેને તરત જ ડીલીટ કરી દેવી જોઈએ.

આવી જ અવનવી અને માહિતીસભર પોસ્ટ જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો અને લાઈક કરવાનું ના ભૂલતા અને આ પોસ્ટ તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.