જો તમારા ફોનમાં આ એપ્લિકેશન હોય તો અત્યારે જ કાઢી નાખજો નહિતર થઈ જશો કંગાળ !!

જો તમે એન્ડ્રોઇડ ફોન વાપરો છો તો તમારે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે.

કેમકે આજે આપણે જાણીશું એવી એપ્લિકેશનો વિશે જે તમારા મોબાઇલમાં હોય તો તમારૂ ખાતુ ખાલી કરી શકે છે અને તમને કંગાળ બનાવી દેશે.

મોટાભાગના લોકો પ્લે સ્ટોર ઉપરથી અથવા અન્ય કોઈ સોર્સમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય છે પરંતુ તે નથી જાણતા કે ઘણી એપ્લિકેશન એવી હોય છે જે તમારા મોબાઈલમાંથી બધો ડેટા ચોરી લઈને તમારું બેંક ખાતુ ખાલી કરી નાખે છે.

મોટાભાગે બેન્કિંગ ટ્રોઝન મેલવેર યુઝર્સના બેંક એકાઉન્ટને ખાલી કરી નાખે છે.

એક સંશોધન અનુસાર ત્રણ લાખથી પણ વધુ વખત ડાઉનલોડ કરવામાં આવેલી એપ્લિકેશનમાં આ પ્રકારનો વાયરસ જોવા મળ્યો છે જેને કારણે ગુગલ પ્લે સ્ટોરે એપ્લિકેશનને સિક્યુરિટીની બાબતમાં બાયપાસ કરી દીધી છે કેમકે આ મેલવેર યુઝર્સના બેન્ક એકાઉન્ટ અને પાસવર્ડને હેકર સુધી પહોંચાડે છે.

એડવર્ટાઈઝમેન્ટના કારણે લોકો આવી પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરી લે છે અને મેલવેર એપ્લિકેશન દ્વારા યુઝર્સના ડિવાઇસ સુધી હેકરો પહોંચી જાય છે.

આ 10 પ્રકારની એપ્લિકેશન છે તમારા મોબાઇલમાં હોય તો આજે જ ડીલીટ કરી દેજો.

  1. Two factor authenticator
  2. Protection guard
  3. QR creator scanner
  4. Master scanner live
  5. QR scanner 2021
  6. PDF document scanner – scan to PDF
  7. PDF document scanner
  8. QR scanner
  9. Crypto tracker
  10. Gym and fitness trainer

જો તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી છે તો ફટાફટ તમારા ફોનમાંથી ડિલીટ કરી નાખજો અને ડિલીટ કર્યા બાદ પોતાની નેટબેન્કિંગ ડીટેઈલ્સ જેવી કે યુઝરનેમ, પાસવર્ડ વગેરે જરૂર બદલી નાખો.

સૌથી વધારે કોમન મેનવેર Anasta છે જેને ત્રણ લાખથી વધારે એન્ડ્રોઇડ યુઝર ડાઉનલોડ કરી છે જેને બેન્કિંગ trojan પણ કહેવામાં આવે છે.

કેમકે આ ઇન્ટરનેટ બેન્કિંગ સર્વિસનું યુઝરનેમ અને પાસવર્ડ ચોરી લે છે. આ ઉપરાંત તમારા ફોનની સ્ક્રીનને પણ કેપ્ચર કરી લે છે.

ગૂગલે મોટા ભાગની એપ્લિકેશનોને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે અને ઘણી બધી એપ્લિકેશનનો રિવ્યુમાં છે.

તો મિત્રો આ એપ્લિકેશન તમારા ફોનમાં હોય તો તમે આજે જ ડીલીટ કરી દેજો અને આ માહિતીને તમારા મિત્રો સગા સંબંધીઓ સુધી પણ શેર કરજો જેથી એ પણ તેના મોબાઇલમાં આ પ્રકારની એપ્લિકેશન વાપરતા હોય તો કાઢી નાખે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.