મરવા માટેનું મશીન : માત્ર એક મિનિટમાં જ કોઈ પણ પીડા વગર થશે મૃત્યુ, મળી કાનૂની મંજૂરી

મિત્રો આપણે ઘણા બધા મશીનો જોયા છે પરંતુ આ પ્રકારનું વિચિત્ર મશીન પહેલીવાર જોઇ રહ્યા છે.

આ મશીનમાં કોઈપણ વ્યક્તિ કે જે આપઘાત કરવા માંગે છે તે કોઈપણ પ્રકારની પીડા વિના માત્ર એક મિનિટમાં જ મૃત્યુ પામશે.

આ પ્રકારના મશીનને સ્વીત્ઝરલૅન્ડની સરકારે કાનૂની મંજૂરી પણ આપી દીધી છે.

આ મશીન કોફીનના આકારનું બનેલું છે. આ મશીનની અંદર ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું થઈ જવાથી એક મિનિટમાં મૃત્યુ થઈ જાય છે.

આ મશીન એક્ઝિટ ઇન્ટરનેશનલ નામની સંસ્થાનાં ડિરેક્ટર ડૉ ફિલિપ નિત્સકે બનાવ્યું છે. લોકો આ મશીનને ડોક્ટર ડેથ પણ કહે છે.

સ્વીત્ઝરલૅન્ડમાં ઇચ્છામૃત્યુ કાયદેસર છે, ગયા વર્ષે સ્વીત્ઝરલૅન્ડમાં 1૩૦૦ લોકોએ બીજાની મદદ લઈને આત્મહત્યા કરી હતી.

જાણકારી પ્રમાણે આ મશીન એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે કે જે લોકો મોટી બીમારીને કારણે હલન ચલન કરી શકતા નથી

મળતી માહિતી પ્રમાણે આ મશીનને અંદરથી પણ ઓપરેટ કરી શકાય છે. જો કોઈ પણ વ્યક્તિ લકવાથી પીડિત હોય તોપણ તે આ મશીનની અંદરથી આંખના પલકારાથી આ મશીન ઓપરેટ કરી શકે છે.

જે વ્યક્તિ લકવાને કારણે હલનચલન ના કરી શકતો હોય અથવા મૌખિક રીતે વાતચીત પણ ના કરી શકતો હોય તેવો વ્યક્તિ પણ આ મશીન અંદરથી આંખના પલકારાથી ઓપરેટ કરી શકે છે.

આ મશીનને સારકો નામ આપવામાં આવ્યું છે. ડોક્ટરે જણાવ્યું કે જો બધું સારી રીતે થઈ જશે તો આવતા વર્ષ સુધીમાં આ મશીન બજારમાં પણ આવી જશે.

આ મશીનના ઉપયોગ બાબતે ઘણા લોકોએ સવાલ પણ ઉઠાવ્યા હતા.

લોકોએ એવો આરોપ પણ લગાવ્યો છે કે આ મશીન એક ખતરનાક ગેસ ચેમ્બર છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે મશીન લોકોને આત્મહત્યા કરવા પ્રોત્સાહન આપશે.

હાલમાં બે મશીનના પ્રોટોટાઈપ તૈયાર થઈ ગયા છે અને ત્રીજા મશીનનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે અને આવતા વર્ષ સુધીમાં તે પણ બનીને તૈયાર થઇ જશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.