કિશનભાઇની 20 દિવસની દીકરીને મોટી કરવાની અને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી આ વ્યક્તિએ લીધી! જેના વિશે જાણીને તમે સલામ કરી દેશો

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતના ધંધુકામાં એક માલધારી યુવકની હત્યાના કેસની ચર્ચા અત્યારે સમગ્ર ભારતની અંદર ચાલી રહી છે ત્યારે આ ઘટનામાં એક ખૂબ જ હૃદયસ્પર્શી ઘટના પણ બની છે જેને લઇને મૃતકના પરિવારજનોને મોટી રાહત મળી છે.

આ ઘટનામાં કિશનભાઇની હત્યા થઈ જેમાં સૌથી દુઃખદ ઘટના એ છે કે તેની માત્ર 20 દિવસની દીકરીને તેના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

આપણે સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી તસવીરો જોઈ છે જેમાં આ નાની દીકરી તેના પરિવારજનોના હાથમાં જોવા મળી છે અને તેને જોતાં જ આપણી આંખોમાં આંસુ આવી જાય છે.

આ ઘટનાની જાણ થતા જ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ધંધુકા જઈને કિશનભાઇના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત યુવકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું કે આ અંગે અમે ઝડપથી ન્યાય કરીશું અને આરોપીને પકડીને કડકમાં કડક કાર્યવાહી તેના ઉપર કરીશું અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

મિત્રો આ જગતમાં માનવતા જ એક ઈશ્વરનું બીજું રૂપ છે ત્યારે 20 દિવસની દીકરીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

આ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેને મોટી કરવા સંપૂર્ણ જવાબદારી માલાભાઈ સારાભાઈ ભડીયાદરા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ માલાભાઈ ભરવાડે લીધી છે.

આ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો છે ત્યારે તે પરિવારને પોતાનો જ પરિવાર સમજીને તેના દુઃખમાં ભાગીદાર થયા અને વિજયભાઈએ આ દીકરીને ભણાવવાથી લઇને લગ્ન સુધીની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લીધી છે.

આ સરાહનીય કાર્યના સમગ્ર માલધારી સમાજ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ જ વખાણ કર્યા છે અને તેમને બિરદાવ્યા છે.

વિજયભાઈ માત્ર પોતાના સમાજ માટે જ નહિ પરંતુ દરેક સમાજ અને જ્ઞાતિના લોકોની સેવા અર્થ કાર્ય કરે છે.

વિજયભાઈનું મૂળ વતન ભડીયાદ (પિર) છે તેઓ એક ખેતી અને પશુપાલન તેમજ ગોકુલ ડેવલપર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત સમાજની અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકેની સેવા આપી રહ્યા છે.

આ ઉપરાંત સમાજના નવયુવાનો માટે અભ્યાસ અને ભવિષ્યના ઘડતર માટે પણ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે અને માર્ગદર્શન પૂરુ પાડવા માટે પણ શિબિરનું આયોજન કરે છે.

તેમનું સંપૂર્ણ જીવન સેવાકીય પ્રવૃત્તિઓમાં જ વિતાવે છે અને હાલમાં તેઓ સુરતમાં રહે છે અને સુરતથી આજુબાજુના વિસ્તારો અને ગામડાઓમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે.

આ સેવાકાર્યમાં તેઓ લોકોને અનાજ વિતરણ, બાળકોને શિક્ષણની ભેટ, દિવાળી જેવા અનેક તહેવારોને અનુરૂપ ભેટો, રક્તદાન કેમ્પ, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ જેવા અનેક કાર્યો કરે છે.

આ ઉપરાંત વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, વિકલાંગ બાળકો, રાહદારીઓ અને ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો માટે પણ સેવા કાર્યો કરે છે.

આવી રીતે વિજયભાઈનું જીવન સેવામાં સમર્પિત રહ્યું છે ત્યારે કિશનભાઇની આ 20 દિવસની દીકરીની જવાબદારી નિભાવીને ખૂબ જ સારું કાર્ય કર્યું છે.

વિજયભાઈને સમાજ પ્રત્યે આટલો પ્રેમ અને લાગણી હોવાના કારણે તાત્કાલિક ધોરણે વિજયભાઈ આ પરિવારની વહારે આવીને એક સમાજ સેવક તરીકેની પોતાની ફરજ નિભાવી તે બદલ તે ખુબજ અભિનંદનને પાત્ર છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.