દડવા ગામમાં સાક્ષાત માં રાંદલ પ્રગટ થયા, જોઈલો જે ભગવાનને નથી માનતા એ ખાસ જુઓ!

મિત્રો ગુજરાતમાં રાંદલ માંનું ધામ એટલે દડવા અને લોકો રાંદલના દડવાથી તેને ઓળખે છે.

ગુજરાત રાજ્યના દડવા ગામમાં રાંદલ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે જે ગોંડલથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલું છે.

મિત્રો લગભગ આજથી 2000 વર્ષ પહેલા માતા રાંદલ અહીં તપ કરીને ઉત્પન્ન થયા હતા.

મંદિરના બાપુએ કીધું હતું કે માં અહીં સાક્ષાત છે, આ મંદિરમાં હજારો લાખો લોકો પોતાની શ્રદ્ધાથી દર્શન કરવા માટે આવે છે.

ઘણા લોકો મા રાંદલની માનતા રાખે છે જે લોકોની ની:સંતાન હોય છે અને સંતાનની પ્રાપ્તિ કરવા માંગે છે તે લોકો માં રાંદલની માનતા કરે છે અને તેના ઘરે સંતાનની પ્રાપ્તિ પણ થાય છે. અહીંયા માતા વાંજીયા લોકોનું વાંઝીયામેણું દૂર કરે છે.

અહીંયા આવ્યા બાદ આંધળા લોકોની આંખો આવી જાય છે, કોઢીયાના કોઢ મટી જાય છે અને લુલા લંગડા ને સાજા કરે છે આ પ્રકારના ચમત્કારો માં રાંદલ કરે છે.

જ્યારે દુષ્કાળ પડયો હતો ત્યારે રાંદલ માતાજી પોતે અહીં આવ્યા હતા જ્યારે માતાજી આવ્યા ત્યારે ત્યાંના લોકો, રાજા અને રજવાડાઓએ કીધું કે ગામમાં દીકરી આવ્યા બાદ અહીંયા ઘણું સારું થયું છે અને તેમના આવ્યા પછી બહુ સારા કામ પણ થયા છે.

મિત્રો આજે પણ દડવા ગામમાં રાંદલ પૂજવામાં આવે છે અને ભક્તો અહીં આવીને પોતાનું માથું નમાવે છે અને પોતાનું ધાર્યું કામ માં રાંદલ અવશ્ય પૂર્ણ કરે છે.

ખાસ કરીને રવિવારના દિવસે તો અહીંયા ભક્તોના ઘોડાપુર આવે છે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી.

જે ભક્ત સાચા દિલથી મા રાંદલની માનતા માને છે તેની બધી મનોકામના મા રાંદલ અવશ્ય પૂર્ણ કરે છે.

મિત્રો જો તમે પણ માતા રાંદલને માનતા હોવ તો કોમેન્ટમાં જય રાંદલ માં અવશ્ય લખજો અને તમારા અન્ય મિત્રો સુધી આ માહિતીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.